ભારત ૧૭ કરોડ વેક્સિન ડોઝ આપનારો સૌથી ઝડપી દેશ

 

મુંબઈઃ કેન્દ્રીય આરોગ્ય પ્રધાને સોમવારે જણાવ્યું હતું કે ૧૭ કરોડ ડોઝ આપનારો ભારત વિશ્વનો સૌથી ઝડપી દેશ છે. આ આંકડા સુધી પહોંચવા માટે ચીનને ૧૧૯ અને અમેરિકાને ૧૧૫ દિવસ લાગ્યા હતા. જયારે ભારતે ૧૧૪ દિવસમાં આટલા ડોઝ આપ્યા હતા. દેશમાં ૧૬મી જાન્યુઆરીથી વેક્સિન આપવાનું શરૂ થયું હતું અને તબક્કાવાર દરેક વય અને ક્ષેત્રના લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. સોમવારે સવારે સાત વાગ્યા સુધીના અહેવાલ અનુસાર ૧૭,૦૧,૭૬,૬૦૩ વેક્સિન ડોઝ આપવામાં આવ્યા છે. 

આ ૧૭ કરોડમાં ૯૫,૪૭,૧૦૨ આરોગ્યકર્મી જેમણે પહેલો ડોઝ લીધો અને ૬૪,૭૧,૩૮૫ કર્મી જેમણે બીજો ડોઝ લીધો, ૧,૩૯,૭૨,૬૧૨ કોરોના યોદ્ધાઓએ પહેલો ડોઝ અને ૭૭,૫૫,૨૮૩ યોદ્ધાઓએ બીજો ડોઝ, ૧૮થી ૪૪ વર્ષના ૨૦,૩૧,૮૫૪ લાભાર્થીએ પહેલો ડોઝ લીધો છે. ૬૦ વર્ષથી ઉપરના નાગરિકોમાં ૫,૩૬,૭૪,૦૮૨ નાગરિકે પહેલો અને ૬૫,૬૧,૮૫૧ બીજો ડોઝ લીધો હતો. ૪૫થી ૬૦ વર્ષ વચ્ચેના નાગરિકોમાં ૫,૫૧,૭૯,૨૧૭ નાગરિકે પહેલો અને ૧,૪૯,૮૩,૨૧૭ નાગિરકે બીજો ડોઝ લીધો છે. દેશમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, કેરળ, બિહાર, આંધ્ર પ્રદેશમાં કુલ વેક્સિનના ૬૬.૭૯ ટકા વેક્સિન આપવામાં આવી છે. નવમી મેએ વેક્સિનેશન ડ્રાઈવ શરૂ કર્યાના ૧૧૪મા દિવસે ૬,૮૯,૬૫૨ ડોઝ આપવામાં આવ્યા હતા