

સિંગાપોરની મુલાકાતે ગયેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સિંગાપોરના વડાપ્રધાન લી સેન સાથે દ્વિપક્ષી બેઠક બાદ પત્રકારો સમક્ષ સંબોધન કરતા નરેન્દ્ર મોદીએ ભા રત સાથે મૈત્રીભર્યો વ્યવહાર કરવા માટે સિંગાપોરના વડાપ્રધાન પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
મોદીએ કહ્યું હતું કે, ભારત – સિંગાપોર વચ્ચે હવાઈ વ્યવહાર ઝડપથી વધી રહ્યો છે. અમે અમારી પરસ્પરના સહયોગની ભાગીદારીમાં સુરક્ષા ક્ષેત્રને મહત્વ આપ્યું છે. બન્ને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો અને ભવિષ્યના રોડમેપ બાબત પમ સમીક્ષા કરવામાં આવી હતી. સિંગાપોરની મહત્વની કંપનીઓ સાથે ચર્ચા દરમિયાન ભારત બાબત તેમનો વિશ્વાસ જોઈને પ્રસન્નતાનો અનુભવ થઈ રહ્યો છે. નૌકાદળના – નેવી સૌનિકોના સહયોગને લક્ષમાં રાખીને બન્ને રાષ્ટ્રો વચ્ચે થયેલા લોજિસ્ટિક એગ્રીમેન્ટનું હું સવાગત કરું છું. સિંગાપોરની સ્થાનિક કંપનીઓનું ભારત સાથેનું રોકાણ વધ્યું છે. ભારત અને સિંગાપોર વચ્ચે પરસ્પર શૈક્ષણિક સહયોગ વધારવામાં આવશે.