ભારત સહિત દુનિયાભરમાં આવેલી ગુગલની ઓફિસો ( કાર્યાલય ) માં મહિલાઓ સાથેના કંપનીના વર્તાવ તેમજ યૌન શોષણના આરોપી વરિષ્ઠ અધિકારીઓ સાથે ગુગલ કંપનીના વહીવટીતંત્રે દાખવેલા નરમીભર્યા વલણનો સખત વિરોધ કરવાના ઉદે્શથી ગત સપ્તાહમાં ગુગલના સેંકડો કર્મચારીઓએ શ્રેણીબધ્ધ વોકઆઉટ કર્યો હતો

0
911
Google. (File Photo: IANS)

 ગુગલ વોકઆઉટ નામના આ વોકએઉટની ઘટનાની અગાઉ પ્રતિષ્ઠિત અખબાર ન્યુ યોર્ક ટાઈમ્સમાં પ્રકાશિત થતા ઈન્વેસ્ટિગેટિવ અહેવાલોમાં અનેકવાર આવા યૌન ઉત્પીડનના આરોપો અને આરોપી કર્મચારીઓને કરોડો ડોલરના અપાતા પેકેજ વગેરેના અહેવલ પ્રકાશિત થતા  રહયા છે. આવા મામલાઓમાં વહીવટીતંત્ર દ્વારા અપનાવાતા રૂખમાં પારદર્શિતાનો અભાવ હોય છે. ગુગલના કર્મચારીઓ હવે ગુગલના ઉચ્ચ વહીવટીતંત્રપાસેથી કાર્યપધ્ધતિ અને નીતિ વિષયક વલણમાં પરિવર્તન ઈચ્છે છે. બદલાવની માગણી કરે છે. કંપનીના તંત્ર દ્વારા જબરદસ્તીથી કોર્ટની બહાર ખાનગી રીતે કેસની પતાવટ કરવાનો આગ્રહ કરવામાં આવતો હતો. આ જબરદસ્તીવાળા વલણને સમાપ્ત કરવાની માગણી પણ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી. જેથી યૌન ઉત્પીડનનો ભોગ બનેલી પીડિતા માટે અદાલતમાં જઈને ન્યાય માગવાનું સંભવ બને. સમાન વેતન અને લૈગિક પ્રતિનિધિત્વનો અભાવ – પણ કર્મચારીઓની ચિંતાનો વિષય બની છે.

 (File Photo: IANS)

 ગુગલના પ્રમુખ કાર્યકારી – સીઈઓ ભારતીય મૂળના સુંદર પિચાઈએ જણાવ્યું હતું  કે, તેઓ આ રીતો દેખાવો કરીને વિરોધ વ્યકત કરવાના કર્મચારીઓના અધિકારનું સમર્થન કરે છે. સુંદર પિચાઈના  જણાવ્યા અનુસાર, હૈદરાબાદ, ગુડગાંવ અને મુંબઈસ્થિત ગુગલની ઓફિસના આશરે 150 જેટલા કર્મચરીઓએ વોકઆઉટ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે,ભૂતકાળમાં થયેલી કાર્યવાહી તેમજ તેના લીધે કર્મચારીઓને જે પીડા ભોગવવી પડી તેનો મને અફસોસ છે. કંપનીના સીઈઓ હોવાને નાતે વ્યક્તિગત રીતે મારા માટે એ અનિવાર્ય બની જાય છેકે અનુચિત વર્તન કરનારાઓની સામે સખ્ત કાર્યવાહી અપનાવવામાં આવે. તેમણે જણાવ્યું હતું કે, યૌન ઉત્પીડનના આરોપો સંબંધિત 13 વરિષ્ઠ અધિકારીઓ અને 48 કર્મચારીઓને કાઢી  મૂકવામાં આવ્યા હતા.