ભારત સરકાર એરઈન્ડિયા વેચી રહી છે, 5,000 કરોડથી વધુ નેટવર્થ  ધરાવતી કંપનીઓ લિલામીમાં ભાગ લઈ શકશે.

0
42
IANS

ભારત સરકારે સાર્વજનિક ક્ષેત્રની 7ની વિમાન ઉડ્ડયન સેવા – એર ઈન્ડિયામાં પોતાની 76 ટકાની માલિકી વેચવાનું આયોજન કર્યું છે. નરેન્દ્ર મોદી સરકારે એ માટેનું મેમોરેન્ડમ જાહેર કર્યુ છે. પોતાનો 76 ટકા હિસ્સો વેચીને સરકાર એમાંથી  છૂટી થવા ઈચ્છે છે. ભારતના નાગરિક ઉડ્ડયન મંત્ર્યાલયે એર ઈન્ડિયા અને એની બે સહાયક કંપનીઓમાં સરકારની હિસ્સેદારી ખરીદવામાં રસ ધરાવતી ખાનગી કંપનીઓને એ માટે આવેદનપત્ર મોકલવા આમંત્રણ આપ્યું છે. એરઈન્ડિયાને માત્ર ભારતીય નાગરિક જ ખરીદી શકશે. ગત વરસે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખોટમાં ચાલી રહેલી  એરઈન્ડિયામાં નવીનીકરણ અને વિનિવેશ માટે સૈધ્ધાંતિક રીતે પરવાનગી આપી હતી. એર ઈન્ડિયાના કર્મચારીઓ કંપનીને વેચવાના કે ખાનગી કંપનીને આપવાના નિર્ણયનો શરૂઆતથી જ વિરોધ કરી રહ્યા છે. પોતાની નોકરી ગુમાવવાનો ભય તેમને લાગી રહ્યો છે. કેન્દ્ર સરકારે એર ઈન્ડિયાની સાથે સાથે એર ઈન્ડિયા એક્સપ્રેસ અને એર ઈન્ડિયા સેટસ એરપોર્ટ સર્વિસિસ પ્રા.લિ,ના માલિકી હકો વેચવાનો પણ નિર્ણય લઈ લીધો છે.