ભારત શાશ્વત છે કારણ કે તે સંતોની ધરતી છેઃ મોદી

 

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીઍ મહારાષ્ટ્રના પુણેમાં દેહુમાં જગતગુરૂ સંત તુકારામ મહારાજ મંદિરનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમણે કહ્નાં કે આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે મનુષ્ય જન્મમાં સૌથી દુર્લભ સંતોનો સત્સંગ છે. સંતોની કૃપા અનુભૂતિ થઈ ગઈ તો ઈશ્વરની અનુભૂતિ આપોઆપ થઈ જાય છે. આજે દેહુની આ પવિત્ર તીર્થ ભૂમિ પર આવીને મને આવી જ અનુભૂતિ થઈ રહી છે. 

પ્રધાનમંત્રી મોદીઍ કહ્નાં કે થોડા મહિના પહેલા મને પાલકી માર્ગમાં બે રાષ્ટ્રીય રાજમાર્ગને ફોરલેન કરવા માટે શિલાન્યાસ કરવાની તક મળી હતી. સંત જ્ઞાનેશ્વર મહારાજ પાલકી માર્ગનું નિર્માણ પાંચ તબક્કામાં થશે અને સંત તુકારામ પાલકી માર્ગનું નિર્માણ ત્રણ તબક્કામાં પૂરૂં કરાશે. તેમણે ઍમ પણ કહ્નાં કે દેહુનું શિલા મંદિર ભક્તિની શક્તિનું ઍક કેન્દ્ર હોવાની સાથે સાથે ભારતના સાંસ્કૃતિક ભવિષ્યને પણ પ્રશસ્ત કરે છે. આ પવિત્ર સ્થાનનું પુર્નનિર્માણ કરવા બદલ હું મંદિર ન્યાસ અને તમામ ભક્તોનો આભાર માનું છું. 

પ્રધાનમંત્રી મોદીઍ પોતાના સંબોધનમાં કહ્નાં કે ભારત શાશ્વત છે કારણ કે ભારત સંતોની ધરતી છે. દરેક યુગમાં આપણા ત્યા, દેશ અને સમાજને દિશા દેખાડવા માટે કોઈને કોઈ મહાન આત્માનો જન્મ થતો રહ્ના છે. આજે દેશ સંત કબીરદાસની જયંતી ઉજવી રહ્ના છે. 

તેમણે કહ્નાં કે સંત તુકારામજીની દયા, કરૂણા અને સેવાનો તે પાઠ તેમના ‘અભંગો’ તરીકે આજે પણ આપણી પાસે છે. આ અભંગોઍ આપણી પેઢીને પ્રેરણા આપી છે. જે ભંગ નથી થતું, જે સમય સાથે શાશ્વત અને પ્રાસંગિક રહે છે તે જ તો અભંગ હોય છે. સંત તુકારામજી કહેતા હતા કે સમાજમાં ઊંચ નીચનો ભેદભાવ ખુબ મોટું પાપ છે. તેમનો આ ઉપદેશજેટલો જરૂરી ભગવતભક્તિ માટે છે, તેનાથી પણ મહત્વપૂર્ણ રાષ્ટ્રભક્તિ અને સમાજભક્તિ માટે પણ છે. 

પ્રધાનમંત્રી મોદીઍ કહ્નાં કે આજે દેશ સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસના મંત્ર પર આગળ વધી રહ્ના છે. સરકારની દરેક યોજનાનો લાભ દરેકને કોઈ પણ ભેદભાવ વગર મળી રહ્ના છે. છત્રપતિ શિવાજી મહારાજ જેવા રાષ્ટ્રનાયકના જીવનમાં પણ તુકારામજી જેવા સંતોઍ મહત્વની ભૂમિકા ભજવી. આઝાદીની લડતમાં વીર સાવરકરજીને જ્યારે સજા થઈ, ત્યારે જેલમાં તેઓ હથકડીને ચિપલીની જેમ વગાડીને તુકારામજીના અભંગ ગાતા હતા.