

ભારત પોતાની સુરક્ષા વયવસ્થા વધુ સઘન અને મજબૂત કરવાના ઈરાદાથી રશિયા પાસેથી એસ-400 મિસાઈલ સિસ્ટમ ખરીદવાની તૈયારી કરી રહ્યું છે.બન્ને દેશો વચ્ચે આ અંગે સહમતિથઈ ગઈ છે, પણ હજી ઔપચારિક કરાર કરવામાં આવ્યા નથી.આગામી સપ્ટેમ્બર કે ઓકટોબર મહિનામાં ભારત- રશિયા વચ્ચે શિખર- મંત્રણા યોજાવાની છે. એની અગાઉ આ કરાર થઈ જવાની સંભાવના છે.
એસ-300નું વિકસિત સ્વરૂપ છે એસ-400 મિસાઈલ સિસ્ટમ. ભારત એને ચીનની 4 હજાર કિમી. લાંબી સીમા પર ગોઠવવા માગેછે. આ મિસાઈલ સિસ્ટમની કિંમત અંદાજે 40 હજાર કરોડ રૂપિયા છે. આ મિસાઈલ સિસ્ટમની ખાસ ખૂબી એ છેકે અવકાશમાં 400 કિમીના અંતરે દુરથી એ શત્રુ દેશની મિસાઈલ, એનું યુધ્ધ વિમાન તેમજ ડ્રોનનો નાશ કરી શકે છે. સૌથી પહેલા આ મિસાઈલ સિસ્ટમ રશિયા પાસેથી ચીને ખરીદી હતી. ચીને પોતાની સરહદ પર ગોઠવવાની કાર્યવાહી હાથ ધરી રહ્યું છે. આથી ભારતે પણ આ મિસાઈલ સિસ્ટમં ખરીદીને ભારતીય સીમાને વધુ સુરક્ષિત બનાવવાનો નિર્ધાર કરી લીધો હતો.