ભારત-રત્નથી વિભૂષિત ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે માલદીવમાં ક્રિકેટની રમતના પ્રસાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યકત કરતા કહ્યું હતું કે- શુક્રિયા.

0
1164

ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે માલદીવમાં ક્રિકેટની રમતને પ્રોત્સાહન આપવા તેમજ માલદીવમાં ક્રિકેટને બનતી ત્વરાથી શરૂકરવામાટે પગલાં લેવા બદલ વડાપ્રદાન નરેન્દ્ર મોદીનો આભાર માનતા કહ્યું – શુક્રિયા. સચિન તેંડુલકરજીએ મંગળવાર ટવીટ કરીને લખ્યું હતું કે, માલદીવમાં ક્રિકેટના પ્રચાર માટે નરેન્દ્ર મોદીજીને ધન્યવાદ. વર્લ્ડકપના સમયગાળા દરમિયાન ક્રિકેટની આ કૂટ નીતિ અતિ ઉત્તમ ઉદાૈહરમ છે. માલદીવની ક્રિકેટ ટીમને ક્રિકેટના નકશા પર જોવાની અપેક્ષા છે.

તાજેતરમાં સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માલદીવની મુલાકાત લીધી હતી. તે સમયે તેમણે માલદીવનમા રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મહંમદ સોલિહને ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓના હસ્તાક્ષર કરેલું બેટ ભેટ આપ્યું હતું. મોદીએ જણાવ્યું  હતું કે, ભારત માલદીવમાં ક્રિકેટના સ્ટેડિયમનવું નિર્માણ કરવા તેમનજ ખેલાડીઓને ક્રિકેટની રમતનું પ્રશિક્ષણ આપવા માટે મદદ કરશે. એમાટે જરૂરી હોય તે તમામ પગલાં લેશે. આ અગાઉ માલદીવના રાષ્ટ્રપતિ સોલિહે ક્રિકેટની રમતના વિકાસ માટે ભારતની સહાયતા માગી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતનું વિદેશ મંત્રાલય અને બીસીસીઆઈ મળીને માલદીવના ક્રિકેટરોને રમતની તાલીમ આપવાની યોજના પર કામ કરી રહયું છે. વિદેશ સચિલ વિજય ગોખલએ જણાવ્યું હતું કે, ભારત માલદીવમાં ક્રિકેટમાટે એક સ્ટેડિયમનવું નિર્માણ કરવાની કામગીરી પણ હાથ ધરી રહ્યું છે. બીસીસીઆઈની એક ટીમે આવરસે મે મહિનામાં માલદીવની મુલાકાત લીધી હતી.