ભારત બાયોટેકના કો- ફાઉન્ડર સુચિત્રા એલ્લા કહે છેઃ અંકલેશ્વર ખાતે બાયોટેકની પેટા કંપની વેકસીનનું ઉત્પાદન શરૂ કરશે. 

 

            ભારતની વસ્તીના પ્રમાણમાં અનિવાર્ય કોરોના વેકસીન હજી ઉપલબ્ધ થઈ શકી નથી. ભારતમાં સીરમ ઈન્સ્ટીટયૂટ ઓફ ઈન્ડિયાની કોવિશિલ્ડ અને ભારત બાયોટેક કોવેકસીન – હાલમાં અપાઈ રહી છે. દેશમાં દરેક નાગરિકને વેકસિનની જરૂર છે. આથી વેકસિનનું ઉત્પાદન વધારવું જરૂરી બન્યું છે. હવે એ કારણે જ બાયોટેકના અંકલેશ્વર યુનિટ પણ  વેકસીનનું ઉત્પાદન શરૂ કરી રહ્યું છે. હાલમાં બેંગલુરુ અને હૈદરાબાદમાં મોટાપાયે વેક્સીનનું ઉત્પાદન કરી રહ્યું છે. ગુજરાતમાં શરૂ થનારા આ વેકસીન ઉત્પાદનનો  વિશેષ લાભ આ ગુજરાતીઓને મળશે કે નહિ તે અંગે હજી કશી સ્પષ્ટતા કરવામાં આવી નથી.