ભારત ફિલ્મમાંથી  પ્રિયંકા ચોપરાની વિદાય બાદ કેટરિના કૈફનો શાનદાર પ્રવેશ …

0
928

હોલીવુડના યુવાન અને લોકપ્રિય પોપ સિંગર, રાઈટર અને એકટર – ડિરેકટર નિક જોનાસ સાથેની મૈત્રી અને હોલીવુડની સિરિયલ તેમજ ફિલ્મમાં કામ કરીને વ્યસ્ત બની પ્રિયંકા ઘણા સમયબાદ સલમાન ખાનની ફિલ્મ  ભારતમાં હીરોઈનની ભૂમિકા ભજવવાની હતી. પરંતુ હવે તેણે આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હોવાથી સલમાન ખાને એની ખાસ મિત્ર કેટરિના કૈફને 12 કરોડ જેટલી જબરદસ્ત ફી અપાવીને હીરોઈન તરીકે સાઈન કરી લીધી છે. કેટરિના બેહદ ખૂબસૂરત છે, પણ અભિનયનો ક્કો ઘુંટવાનો હજી બાકી છે. પણ ખુદા મહેરબાન તો…..  બન જાયે પહેલવાન !