ભારત પાકિસ્તાનમાં યોજાનારા સાર્ક શિખર સંમેલનમાં હાજરી આપશે નહિ – વિદેશમંત્રી સુષમા સ્વરાજની સાફ વાત

0
855

 

વિદેશમંત્રી  સુષમા સ્વરાજે આજે સ્પષ્ટતા કરી હતી કે,  કરતારપુર સાહેબ કોરિડોર માટે શિલાન્યાસ કરવાની પ્રક્રિયાનો એવો અર્થ નથી કે, દ્વિપક્ષીય મંત્રણા પાકિસ્તાન સાથે શરૂ કરવામાં આવી રહી છે. એક વાત સ્પષ્ટ છે- જયાં સુધી પાકિસસ્તાન આતંકવાદને ખતમ નહિ કરે , ત્રાસવાદને નાબૂદ કરવા માટે અસરકારક પગલાં નહિ લે ત્યાં સુધી ભારત  પાકિસ્તાન સાથે કોઈ ચર્ચા કે મંત્રણા કરવાનો આરંભ હરગિઝ નહિ કરે. જયાં સુધી પાકિસ્તાન એની ત્રાસવાદને પ્રોત્સાહન આપવાની ગતિવિધિ બંધ નહિ કરે ત્યાં સુધી એની સાથે વાત કરવાનો કશો જ અર્થ નથી. પાકિસ્તાનમાં યોજાનારા સાર્ક સંમેલનમાં આમંત્રણ મળે તો પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાર્ક સંમેલનમાં ભાગ લેવા માટે પાકિસ્તાન નહિ જાય .