ભારત- પાકિસ્તાનના વિદેશમંત્રીઓ વચ્ચે થનારી મંત્રણા રદ થઈ ઃ પાકિસ્તાનનો અસલી  ચહેરો દેખાઈ આવ્યો …

0
967

ભારત- પાકિસ્તાનના વિદેશમંત્રીઓ વચ્ચે થનારી મંત્રણા અચાનક રદ કરવામાં આવી છે. આ મંત્રણા સંભવ  યુએનઓની ન્યુયોકમાં યોજનારી બેઠક દરમિયાન થવાની હતી. સંયુક્ત રાષ્ટ્રસંધની મહાસમિતિની બેઠકમાં ભાગ લઈ રહેલા ભારતના વિદેશમંત્રી સુષમા સ્વરાજ પાકિસ્તાનના વિદેશમંત્રી કુરૈશીને મળવાના હતા. પરંતુ પાકિસ્તાને આચરેલા બે કૃત્યો જોતાં ભારત સરકારે આ મુલાકાત રદ કરવાનો નિર્ણય લેવો પડયો હતો.  પાકિસ્તાનના સૈન્ય દ્વારા ભારતીય સૈન્યના જવાનનું અપહરણ કરી, તેની હત્યા કરીને તેના મૃતદેહ સાથે અમાનુષી વર્તન કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનની સરકારે આતંકવાદીઓનું સન્માન કરવા માટે તેમની સ્મૃતિમાં 20 ટપાલ- ટિકિટ પ્રકાશિત કરી હતી. બન્ને દેશો વચ્ચે મુલાકાત યોજાવાની જાહેરાત થયા બાદ આ બે અનિચ્છનીય ઘટનાઓ બની હતી. જે ઘટનાઓએ પુરવાર કયુૅ હતું કે , પાકિસ્તાનના વતર્નમાં કશો સુધારો થયો નથી . પાકિસ્તાન ભારત સાથે સંબંધો સુધારવા માગતુ હોય તેવો પ્રતિભાવ મળતો નથી. આથી પાકિસ્તાન સાથે હાલના તબક્કે બેઠક કે મંત્રણાનો કશો અર્થ નહિ સરે.