ભારત પર જળ- સંકટ તોળાઈ રહ્યું છે !

0
843
Reuters

ઉપગ્રહ દ્વારા પ્રાપ્ત માહિતીમાં એવી ચેતવણી ઉચ્ચારવામાં આવી છે કે સ્પેન, મોરક્કો તેમજ ઈરાક સહિત ભરતમાં જળાશયોના જળ સૂકાઈ જવાને કારણે ભવિષ્યમાં પાણીની તીવ્ર અછત ઊભી થવાની સંભાવના છે. મધ્યપ્રદેશના ઈન્દિરાસાગર બંધમાં અને ગુજરાતના સરદાર સરોવરમાં ક્રમશ જળનું સ્તર ઘટતું જાય છે. જેનું કારણ અપૂરતો વરસાદ છે. આ જળાશયો દ્વારા લાખો લોકોને પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે. વર્લ્ડ રિસોર્સિસ ઈન્સ્ટીટયૂટના જણાવ્યા અનુસાર, પાણીની વધતી માગ, પાણીની વહેંચણી બાબત ગેરવ્યવસ્થા અને જળ-વાયુના સ્તરમાં થઈ રહેલું પરિવર્તન- આ બધા પરિબળોને વિશ્વના અનેક દેશો પર જળ-સંકટ ઝઝુમી રહ્યું છે.અમેરિકા સ્થિત પર્યાવરણ સંગઠન અન્ય સંસ્થાઓ સાથે મળીને જળ પુરવઠો અને તેની સુરક્ષા અંગે ઉપાયો સૂચવવાનું અને અગાઉથી ચેતવણી આપવાનું કાર્ય કરે છે. ભારતમાં હાલમાં ઉનાળાની મોસમ છે, પણ ત્યારબાદ આગામી ચોમાસામાં જો પૂરતો વરસાદ ના પડે તો ભારતના અનેક વિસ્તારોમાં પાણીની અછત ઊભી થશે એ નિર્વિવાદ છે