ભારત તેમજ અન્ય દેશોના યુવાન શિક્ષિત યુવાનો હવે કેનેડા અને બ્રિટન જવાનું પસંદ કરે છે. અમેરિકામાં છેલ્લા બે વરસ દરમિયાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનકાળમાં ઈમિગ્રેશન વિષયક નીતિ- નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા હોવાને કારણે પ્રતિભાશીલ તેમજ કારકિર્દી બનાવવા ઈચ્છતો  યુવા- વર્ગ હવે અમેરિકાથી વિમુખ થતો જાય છે …

0
948

 કેનેડા જનારા વિદેશી ટેકનોલોજીસ્ટોની સંખ્યામાં 13 ટકાનો વધારો , જયારે અમેરિકા આવનારા ટેકનોલોજીસ્ટોની સંખ્યામાં 50 થી 60 ટકાનો ઘટાડો નોંધાયો છે..

સત્તાવાર સમાચાર સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ ઈમિગ્રેશન પોલિસીમાં કરવામાં આવેલા સુધારાઓ અને કડક નીતિ- નિયમોને કારણે ભારત સહિતના દેશોના નોકરી મેળવવા ઈચ્છુક  યુવાન અને નિષ્ણાત ટેકનોલોજીસ્ટો હવે બ્રિટન અને કેનેડા જવાનું પસંદ કરે છે. એચ-1બી વિઝા મેળવીને અમેરિકા જનારા નિષ્ણાતોની સંખ્યામાં જબરદસ્ત ઘટાડો થયો હોવાનું જાણવા મળ્યું હતું. ઈમિગ્રેશનના કાયદો વધુ સખત બનાવવાને લીધે આવનારી વ્યક્તિએ અનેક પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડે છે. અમેરિકામાં ઈમિગ્રાન્ટોનું ભવિષ્ય સુરક્ષિત નથી એવું માનવામાં આવે છે. ઈમિગ્રાન્ટ વસાહતીઓ પ્રત્યેનું પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું વલણ અણગમતું અને અપમાનજનક રહ્યું છે. હાલની પરિસ્થિતિમાં અમેરિકાની ઈમિગ્રેશન નીતિની સરખામણીમાં કેનેડાની ઉદાર વિઝા નીતિને કારણે વિદેશીઓ કેનેડા જવા માટે આકર્ષાય છે.