ભારત ટૂંક સમયમાં વિદેશી પ્રવાસીઓ માટે પરવાનગી આપી શકે છેઃ ગૃહ મંત્રાલય

 

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યામાં ઘટાડાને જોતા દોઢ વર્ષમાં પ્રથમ વખત ભારત ટૂંક સમયમાં વિદેશી પ્રવાસીઓ માટે પરવાનગી આપી શકે છે. એમ ગૃહ મંત્રાલયના અધિકારીઓએ જાણકારી આપી હતી.

વૈશ્વિક કોરોના મહામારીના કારણે માર્ચ ૨૦૨૦માં લાદવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી લોકડાઉનથી સૌથી વધુ અસરગ્રસ્ત પ્રવાસન, આતિથ્ય અને ઉડ્ડયન ક્ષેત્રને ફરી પુનજીવિત કરવાની કવાયતમાં પ્રથમ પાંચ લાખ વિદેશી પ્રવાસીઓને મફત વિઝા આપવામાં આવશે. કોરોનાના કારણે લાદવામાં આવેલા લોકડાઉનથી ભારતની અર્થવ્યવસ્થા ખરાબ રીતે પ્રભાવિત થઈ હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ટોચના અધિકારીઓ વિદેશી પ્રવાસીઓને દેશમાં પ્રવેશની મંજૂરી આપવા માટે સંભવિત તારીખ અને પદ્ધતિઓ અંગે તમામ હિસ્સેદારો સાથે ચર્ચા કરી રહ્યા છે.

મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, વિદેશી પ્રવાસીઓને ભારતમાં આવવા દેવાની ઔપચારિક જાહેરાત આગામી દસ દિવસમાં કરવામાં આવી શકે છે. આ નિર્ણય દેશમાં ઘડી રહેલા કોરોના સંક્રમણના કેસોને ધ્યાનમાં રાખીને લેવામાં આવી રહ્યો છે. પ્રવાસીઓને મફત વિઝા ૩૧ માર્ચ, ૨૦૨૨ સુધી અથવા પ્રથમ પાંચ લાખ લોકોને વિઝા જારી કરવામાં આવશે. આ માટે કુલ ૧૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ સાથે જ આ એક ઐતિહાસિક પગલું પણ બની રહેશે કે ઉડ્ડયન ક્ષેત્રને ફરી પુનજી઱્વિત કરવાની કવાયતમાં પ્રથમ પાંચ લાખ વિદેશી પ્રવાસીઓને મફત વિઝા આપવામાં આવશે.

અધિકારીએ જણાવ્યું હતું કે, મફત વિઝાના પગલે ભારતની મુલાકાતે આવતા ટૂંકા ગાળાના પ્રવાસીઓને પ્રોત્સાહન મળે તેવી અપેક્ષા છે. એક મહિનાના ઇ-ટુરિસ્ટ વિઝાની કિંમત અલગ અલગ દેશો માટે અલગ અલગ હોય છે, પરંતુ, સામાન્ય રીતે તેનો ખર્ચ લગભગ ૨૫ ડોલર છે. તેમજ એક વર્ષ માટે એકથી વધુ વખત એન્ટ્રી માટે ઇ-ટૂરિસ્ટ વિઝાનો ચાર્જ અંદાજિત ૪૦ ડોલર છે. ગૃહ મંત્રાલયના અધિકારીઓએ એમ પણ કહ્યું કે, પ્રવાસીઓને અમુક શરતો સાથે મંજૂરી આપવામાં આવશે. જેમ કે રસીકરણ કરનારાઓને દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે.

અન્ય અધિકારીએ જણાવ્યું હતું કે, આ પગલાની પ્રતિક્રિયા અને અસરોને સમજવા માટે એન્ટ્રી તબક્કાવાર ફરીથી ખોલવામાં આવશે. આ સાથે ભારત એવા કેટલાક દેશોમાં સામેલ થશે જેણે પ્રવાસીઓ માટે એન્ટ્રી શરૂ કરી રહ્યા છે