વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું હતું કે ભારત એકાધિકારવાદ, આતંકવાદ, હિંસક ઉગ્રવાદ, દુષ્પ્રચાર અને આર્થિક ઘર્ષણ જેવા જોખમો સામેની લડતમાં જી-૭ દેશોનો સ્વાભાવિક સાથી દેશે છે. લોકતંત્ર, વૈચારિક સ્વતંત્રતાનો ભારતનો ઈતિહાસ અને સંસ્કૃતિ છે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે કોરોનાની રસી માટેની પેટન્ટમાંથી મુક્તિ માટે ભારત, દક્ષિણ આફ્રિકાના ઠરાવ પર સમજૂતી માટે જી-૭ સમિટમાં ચર્ચા-વિચારણા દરમિયાન વ્યાપક સમર્થન મળ્યું છે.
વડા પ્રધાને ડિજિટલ ટેક્નોલોજીની મદદથી સમાજના તમામ વર્ગને સાથે લાવવાના પ્રયાસની વાત પણ કરી હતી. વિદેશ મંત્રાલયમાં એડિશનલ સેક્રેટરી પી. હરીશે કહ્યું હતું કે જી-૭ દેશોના નેતાઓએ મુક્ત, સ્વતંત્ર અને શાસન આધારીત ઈન્ડો-પેસિફિક રિજન માટેની વચનબદ્ધતા પણ વ્યક્ત કરી હતી.