ભારત-જાપાનના સંબંધોમાં શિન્જો આબેનું યોગદાન પ્રશંસનીયઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

 

ટોક્યાઃ જાપાનમાં વિવાદો વચ્ચે ભૂતપૂર્વ વડાપ્રધાન શિન્જો આબેના રાજકીય અંતિમ સંસ્કાર સંપન્ન થયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીઍ ભારત અને જાપાનના સંબંધોમાં શિન્જો આબેના યોગદાનની પ્રશંસા કરી હતી તથા અકાસા પેલેસમાં આબેના પત્નીને મળી તેમને સાંત્વના પાઠવી હતી. સાથે પ્રધાનમંત્રીઍ જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સાથે બેઠક કરી હતી. જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાઍ દેશ માટે સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા નેતા શિન્જો આબેના અંતિમ સંસ્કારનો ખર્ચ સરકારી ભંડોળ દ્વારા ઉઠાવવાને સન્માનની બાબત ગણાવી હતી. શિન્જો આબેના રાજકીય અંતિમ કાર્યક્રમ પાછળ અંદાજે રૂ. ૯૭ કરોડનો ખર્ચ થયો હોવાનું મનાય છે, જે દુનિયામાં સૌથી મોંઘા રાજકીય સન્માન હશે. ટોક્યોના નિપ્પોન બુડોકનમાં આયોજિત રાજકિય અંતિમ સંસ્કારમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકાના ઉપપ્રમુખ કમલા હેરિસ, જાપાનના યુવરાજ અકિશિનો સહિત ૧૦૦થી વધુ દેશોના પ્રતિનિધિઓ હાજર રહ્ના હતા, જેમાં ૨૦થી વધુ રાષ્ટ્રાધ્યક્ષ અને સરકારના પ્રમુખ હતા. આબેનાં પત્ની અકી કાળા રંગનોકિમોનોપહેરી નિપ્પોન બુડોકન હોલમાં શિન્જો આબેનાં અસ્થિ કળશ સાથે પહોંચ્યાં હતા. જાપાનના વડાપ્રધાન કિશિદાઍ ૧૨ મિનિટના શોક સંદેશમાં આબેના નેતૃત્વ, યુદ્ધ પછીના આર્થિક વિકાસ અને જાપાન અને દુનિયાના વિકાસ માટે સ્પષ્ટ દૃષ્ટિકોણ અને ચીનના ઉદયનો સામનો કરવા માટે મુક્ત અને ખુલ્લા હિન્દપ્રશાંત ક્ષેત્રની માન્યતાને પ્રોત્સાહન આપવા માટે આબેની પ્રશંસા કરી હતી. શિન્જો આબેને પુષ્પાંજલી અર્પણ કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીઍ જાપાનના પીઍમ ફુમિયો કિશિદા સાથે ઍક  બેઠક પણ કરી હતી, જેમાં દ્વિપક્ષીય ભાગીદારી મજબૂત કરવાની સાથે સ્વતંત્ર, મુક્ત અને સમાવેશી હિન્દપ્રશાંત ક્ષેત્રનું નિર્માણ કરવા માટે સાથે મળીને કામ કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here