ભારત-ચીન સરહદીય વિવાદઃ ચીનની પીછેહઠઃ રક્ષા મંત્રી રાજનાથસિંહ

 

નવી દિલ્હીઃ રક્ષામંત્રી રાજનાથ સિંહે ગુરૂવારે રાજ્યસભામાં ભારત-ચીન સરહદીય વિવાદને લઇને મોટો ખુલાસો કર્યો છે. રક્ષામંત્રી રાજનાથસિંહે ગુરૂવારે રાજ્યસભામાં આ વિષય પર માહિતી આપતા કહ્યું છે કે ભારત અને ચીનનાં સૈન્યએ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખાથી પીછેહઠ કરવા સંમતિ આપી છે. તેમણે કહ્યું કે પેંગોંગના ઉત્તર અને દક્ષિણ વિસ્તારોમાંથી બંને દેશે પોતાના સૈન્યો પાછા ખેંચવાનું શરૂ કરી દીધું છે.

રાજનાથ સિંહે કહ્યું કે હજી કેટલાક મુદ્દાઓ પર ચર્ચાઓ બાકી છે. તેમણે કહ્યું કે તેઓ ચીન સાથેની વાટાઘાટોમાં કશું ગુમાવ્યું નથી. સંરક્ષણ પ્રધાને કહ્યું હતું કે ભારતીય સૈન્યએ તમામ પડકારોનો નિશ્ચિતપણે સામનો કર્યો છે. ઘણા વિસ્તારો ચિહિ્્નત થયેલ છે, જ્યાં આપણું સૈન્ય હાજર છે. લડાખના ઊંચા શિખરો પર પણ ભારતીય સૈનિકો હાજર છે, તેથી ભારતની શક્તિ યથાવત છે. સિંહે ઉમેર્યુ કે, આ દેશ એવા શહીદોને યાદ કરશે, જેમના વિસ્થાપન આધારિત છે. 

રાજ્યસભામાં સંરક્ષણ પ્રધાને નિવેદન આપ્યાના એક દિવસ પહેલા બુધવારે ચીની સરકારે દાવો કર્યો હતો કે લદ્દાખમાં એલએસીને લઈને ભારત સાથે નવ મહિના સુધી ચાલેલો વિવાદ સમાપ્ત થયો છે. ચીનના જણાવ્યા અનુસાર બુધવારે બંને બાજુથી ફ્રન્ટલાઈન પર તૈનાત સૈનિકોની એક સાથે પાછા જવાનું શરૂ થયું. અગાઉ ચીની મીડિયાએ પણ દાવો કર્યો હતો કે પેંગોંગ તળાવના દક્ષિણ અને ઉત્તરીય વિસ્તારોમાંથી ભારત-ચીની સૈન્યએ વિસ્થાપનની પ્રક્રિયા શરૂ કરી હતી. ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા વ્યૂ કિયને કહ્યું કે, ચીન અને ભારત વચ્ચે કમાન્ડર લેવલની નવમા રાઉન્ડની વાટાઘાટોમાં આ વિષય પર સંમતિ થઈ હતી. આ અંતર્ગત બંને દેશોએ પેંગોંગ હુનાન અને નોર્થ કોસ્ટથી સૈન્ય પાછું ખેંચ્યુ છે. આ પછી ચીનના વિદેશ મંત્રાલયનું નિવેદન આવ્યું છે.