ભારત- ચીન વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ – કેન્દ્રીયપ્રધાન રવિશંકર પ્રસાદનું નિવેદન 

 

     તાજેતરમાં હિમાચલ જનસંવાદ રેલીને સંબોધતાં કેન્દ્રીયપ્રધાન રવિશંકર પ્રસાદે ઉગ્ર નિવેદન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ચીને એ વાત યાદ રાખવી જોઈેકે, આ 2020 છે, 1962નું વર્ષ નથી. આજના ભારતનું સુકાન નરેન્દ્ર મોદી જેવા શક્તિશાળી નેતાના હાથમાં છે. ભારત તરફ આંખ ઊંચી કરનારાઓએ ઉરી અને બાલાકોટમાં એના પરિણામો જોઈ લીધા છે. ભારત વિવાદોનો શાંતિપૂર્ણ ઉકેલ ઈચ્છે છે. ભારતે 1962માં ચીન સાથેની લડાઈમાં પરાજયનો સામને કરવો પડ્યો હતો. ચીનના અખબાર ગ્લોબલ ટાઈમ્સે ભારત- ચીનની લડાઈનો ઉલ્લેખ કર્યો હતો. એલઓસી પર તણાવ ઘટાડવા માટે બન્ને દેશોએ અનેક વખત સૈન્ય વાટાઘાટો કરી હતી. ગત 6 જૂને ભારત- ચીન વચ્ચે લેફટનન્ટ જનરલના સ્તરે વાતચીત કર્યા પછી ચીનનું વલણ નરમપડયુંછે, પણ એ જૂની સ્થિતિમાં પાછું જવા માટે તૈયાર નથી.