ભારત-ચીન તણાવઃ  LAC પર ઠંડીનો સામનો કરવા ભારતીય સેનાએ કરી ખાસ તૈયારી

 

નવી દિલ્હીઃ પૂર્વી લદ્દાખમાં છેલ્લા ૬ મહિનાથી વધુ સમયથી તૈનાત સૈનિકોની સામે આ સમયે સૌથી મોટી સમસ્યા ભીષણ ઠંડીનો મુકાબલો છે. ભારતીય સેનાએ તેની તૈયારી જુલાઈથી શરૂ કરી દીધી હતી. સૈનિકો માટે ખાસ કપડાં અને ટેન્ટ ખરીદવામાં આવ્યા છે. જેમાં શૂન્યથી ૪૦ ડિગ્રી નીચેના તાપમાનમાં સરળતાથી આરામ કરી શકાય છે. 

પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ગરમીના સમયમાં શરૂ થયો વિવાદ  હજુ ઉકેલાયો નથી. તેથી ૫૦ હજાર સૈનિક હજુ પણ ત્યાં તૈનાત છે. ગલવાન, પેન્ગોંગ અને દક્ષિણી પેન્ગોંગના વિસ્તારમાં તાપમાન -૨૦ થી -૨૫ ડિગ્રી નીચે આવી ગયું છે અને આ વિસ્તારમાં વિન્ડ ચિલ ફેક્ટરથી તાપમાન ૫થી ૧૦ ડિગ્રી વધુ નીચે આવી જાય છે. નવેમ્બર બાદ તેજ બરફનો વરસાદ શરૂ થઈ જશે અને ૪૦ ફૂટ સુધી બરફ પડવાની આશંકા છે. આટલી ઠંડીમાં કોઈપણ સૈનિકનું આ વિસ્તારમાં વધુ સમય સુધી તૈનાત રહેવું શારીરિક રીતે ખુબ મુશ્કેલ છે. 

એક મોટા અભિયાન હેઠળ રાશન, કેરોસિન હીટર, ખાસ કપડા, ટેન્ટ્સ અને દવાઓને શિયાળાની સીઝન માટે જમા કરવામાં આવી છે. ખુબ ઠંડા વાતાવરણમાં સૈનિકોના ઉપયોગ માટે ખાસ કપડાંના ૧૧,૦૦૦ સેટ હાલમાં અમેરિકાથી લેવામાં આવ્યા છે. તો હાઈ ઓલ્ટેટ્યૂડ અને સુપર બાઈ ઓલ્ટેટ્યૂડમાં તૈનાત સૈનિકો માટે ગરમ રહેવાવાળા ટેન્ટ અને સાથે સાથે લદ્દાખમાં તૈનાત બધા સૈનિકો માટે સ્માર્ટ કેમ્પ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં વીજળી, પાણી, રૂમને ગરમ કરનાર હીટર, સ્વચ્છતા-સ્વાસ્થ્ય સંબંધી બધી જરૂરીયાતોને પૂરો કરવામાં આવી છે