ભારત ચીન ઘર્ષણમાં ચીનને વધુ નુકસાનઃ કમાડિંગ 

 

ઓફિસર સહિત ૪૦થી વધુ સૈનિક માર્યા ગયા

લદાખઃ ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે લદાખના ગલવાન ઘાટીમાં થયેલા ઘર્ષણનો મામલો વણસી ગયો છે. ન્યૂઝ એજન્સીએ બુધવાર સૂત્રોના હવાલાથી કહ્યું કે ચીનના ૪૦થી વધુ સૈનિક માર્યા ગયા છે. તેમાં યુનિટના કમાન્ડિંગ ઓફિસર પણ સામેલ છે. આ અધિકારી ચીની યુનિટના હતા, જેણે ભારતીય જવાનોની સાથે હિંસક ઝપાઝપી કરી હતી. જોકે, ચીન તરફથી હજુ સુધી તેના પર કોઈ અધિકૃત નિવેદન નથી આપવામાં આવ્યું. ભારતના ૪ સૈનિકોની હાલત નાજુક હોવાનું જણાવાયું છે. ૧૫-૧૬ જૂનના વચગાળાની રાત્રે, ગલવાન ખીણમાં અથડામણમાં ભારતના કમાન્ડિંગ ઓફિસર સહિત ૨૦ સૈનિકો માર્યા ગયા અને ૧૩૫ ઘાયલ થયા.

સેનાના નિવેદનમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે ગલવાન વિસ્તારમાં ૧૫/૧૬ જૂનની રાત્રે અથડામણમાં થઇ હતી. આ ઘટનામાં ગોળીબાર નહીં પરંતુ હિંસક હાથપાઈ થયેલી છે. અહેવાલો અનુસાર, સૈનિકોએ એક બીજા પર પંચ અને પત્થરો ફેંક્યા હતા. અહેવાલ મુજબ, ચીની સૈનિકોએ સોમવારે મધ્યરાત્રિ સુધી કલાકો સુધી ચાલેલી લડત દરમિયાન સળિયા અને નેઇલ સ્ટડેડ ક્લબનો ઉપયોગ કર્યો હતો. ચીનના સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ કરી છે કે આ ઘટનામાં જાનહાનિ થઈ છે, યુનિટના કમાન્ડિંગ ઓફિસર સહિત ૪૦થી વધુ ચીની સૈનિકો માર્યા ગયા છે. પૂર્વી લદ્દાખની સરહદ પર ગલવાન ખીણમાં ભારત અને ચીન વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ચીનને ભારે નુકસાન થયું છે. આ અથડામણમાં ચીની યુનિટનો કમાન્ડિંગ ઓફિસર પણ માર્યો ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, એલએસી પર થયેલ અથડામણમાં ૪૩ ચીની સૈનિકો મૃત્યુ પામ્યા છે અથવા ગંભીર રીતે ઘાયલ થયા છે. સુત્રોએ માહિતી આપી છે કે આ અથડામણમાં ચીનને ભારત કરતા વધારે નુકસાન થયું છે. આ અથડામણના લગભગ ૩૬ કલાક પછી પહેલીવાર ભારત દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું કે ગલવાનમાં સૈનિકોએ અદ્ભુત હિંમત બતાવી. દેશ હંમેશા તેમની શહાદતને યાદ રાખશે. લદાખની ૧૫ હજાર ફૂટ ઉંચી ગલવાન ખીણમાં વિશ્વની બે પરમાણુ શક્તિઓ વચ્ચે ત્રણ કલાક સુધી આ અથડામણ ચાલી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here