ભારત-ચીનના સેના અધિકારીઓ વચ્ચેની મૂલાકાત પછી સકારાત્મક સંકેત મળ્યા

 

નવી દિલ્હીઃ LAC પર ભારત-ચીન વચ્ચે વધી રહેલો તણાવ હવે ઓછો થઇ રહ્યો હોવાના સંકેત મળી રહ્યા છે. આજ અઠવાડિયામાં બંને દેશો વચ્ચેની સૈન્ય વાર્તાના પરિણામ સ્વરૂપ પૂર્વ લદાખમાં બંને દેશોની સેનાઓ ધીમે-ધીમે પીછેહટ કરી રહી હોવાના સમાચાર છે. માહિતી મુજબ પૂર્વ લદાખના ગલવાન વેલી, પીપી-૧૫ અને હોટ સ્પ્રિંગ વિસ્તારમાંથી ચીની સેના આશરે બેથી અઢી કિમી પીછેહટ કરી ચૂકી છે. ભારતીય સેના પણ આ વિસ્તારોમાં પીછેહટ કરી ચૂકી છે. આ પહેલા ચીનના વિદેશ મંત્રાલયે સોમવારે માહિતી આપી હતી કે બંને દેશો પરસ્પર વાતચીત કરીને મુદ્દાનો ઉકેલ લાવશે. પ્રવક્તા ચુનયિંગે જણાવ્યું હતું કે, ૬ જૂને ચીન અને ભારતીય સેના અધિકારીઓ વચ્ચે સરહદી સ્થિતિ પર વિગતવાર ચર્ચા થઇ હતી.

ચીની વિદેશ મંત્રાલય પ્રવક્તાએ જણાવ્યુ હતું કે ચીન અને ભારત પોત-પોતાના દેશોની સંધિના આધારે મહત્ત્વપૂર્ણ સામાન્ય સંમતિ લાગુ કરવા માટે રાજી થયા છે અને બંને દેશો સરહદી વિસ્તારોમાં શાંતિ જાળવી રાખવા માટે એકસાથે મળીને કામ કરશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ન્ખ્ઘ્ પર વધતા તણાવ વચ્ચે ૬ જૂને લેફ્ટિનેન્ટ જનરલ હરિદંર સિંહ અને ચીનના મેજર જનરલ લિયુ લિન સાથે મોલ્ડોમાં વાતચીત કરી હતી. આ સ્થળ LAC ચીન વિસ્તારમાં છે