ભારત ખાતેના અમેરિકી રાજદૂત અમદાવાદની મુલાકાતે

અમદાવાદઃ ભારત ખાતેના અમેરિકી એમ્બેસેડર એરિક ગારસેટ્ટી અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેઓએ વિવિધ સંસ્થાઓ અને રાજકીય અગ્રણીઓ સાથે મુલાકાત કરી હતી.
લાંબા સમય બાદ દિલ્હીમાં નિયુક્ત થયેલા અમેરિકાના રાજદૂત એરિક ગારસેટ્ટી અમદાવાદનાં મહેમાન બન્યા હતા. તેઓએ અમદાવાદનાં પ્રસિદ્ધ જામા મસ્જિદ અને કાલુપુર સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. તેઓ તેમની ટીમ સાથે અમદાવાદની હેરિટેજ વોકમાં પણ જોડાયા હતા. એરિક ગારસેટ્ટીએ ગાંધી આશ્રમ, IIM, GIFTCITY, સેવા સંસ્થાની મુલાકાત લીધી હતી. તેઓએ ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પણ મુલાકાત લીધી હતી અને મુખ્યમંત્રીને અમેરિકા આવવાનું આમંત્રણ આપ્યું હતું. બાદમાં, તેઓ ગુજરાતના ગવર્નર દેવવ્રતને પણ મળ્યા હતા. એરિક ગારસેટ્ટી સાથે મુંબઈ સ્થિત અમેરિકી કોંન્સલ જનરલ માઇક હેંકી પણ જોડાયા હતા