ભારત ઉડ્ડયન ક્ષેત્રમાં ત્રીજું સૌથી મોટું બજાર બનશે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

 

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો હતો કે ભારત ઉડ્ડયન ક્ષેત્રમાં ત્રીજું સૌથી મોટું બજાર બનશે. ભારતના ‘મેક ઇન ઇન્ડિયા  મેક ફોર ધ વર્લ્ડ’ વિઝન હેઠળ એરોસ્પેસ મેન્યુફેક્ચરિંગમાં ઘણી નવી તકો ખુલી રહી છે. ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને એક ઓનલાઈન ઈવેન્ટને સંબોધતા જાહેરાત કરી હતી કે એર ઈન્ડિયા એરબસ પાસેથી ૪૦ વાઈડ બોડી પ્લેન સહિત ૨૫૦ એરક્રાટ હસ્તગત કરશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સોદાની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે ભારતના વિકસતા ઉડ્ડયન ક્ષેત્રને આગામી ૧૫ વર્ષમાં ૨,૦૦૦થી વધુ એરક્રાટની જ‚ર પડશે. વડાપ્રધાને કહ્યું હતું કે એર ઇન્ડિયાનો અઢીસો એરબસ ખરીદવાનો ‘સીમાચિહ્ન‚પ સોદો છે અને તેનાથી ભારત અને ફ્રાન્સ વચ્ચેના ગાઢ સંબંધ તેમ જ ભારતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રની સફળતાઓ અને આકાંક્ષાને પ્રતિબિંબિત કરે છે. નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર ભારતના વિકાસનો અભિન્ન ભાગ છે અને નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને મજબૂત બનાવવું એ સરકારની રાષ્ટ્રીય માળખાગત નીતિનું એક મહત્ત્વપૂર્ણ પાસું છે તેમ જણાવતા તેમણે ઉમેર્યું કે છેલ્લાં આઠ વર્ષમાં એરપોર્ટની સંખ્યા ૭૪થી વધીને ૧૪૭ થઈ ગઈ છે. ઉડાન યોજના હેઠળ, દેશના દૂરના ભાગોને પણ એર કનેક્ટિવિટી દ્વારા જોડવામાં આવી રહ્યા છે, જે લોકોના આર્થિક અને સામાજિક વિકાસને વેગ આપશે અને નજીકના ભવિષ્યમાં ભારત ઉડ્ડયન ક્ષેત્રે વિશ્ર્વનું ત્રીજું સૌથી મોટું બજાર બની જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here