

ઈઝરાયલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા આપવામાં આવેલા સમાચાર મુજબ, ભારત અને ઈઝરાયલ વચ્ચે મિસાઈલની ખરીદી બાબત સમજૂતી કરવામાં આવી હતી. ઈઝરાયલ એરોસ્પેસ ઈંડસ્ટ્રીઝ અને ભારત સરકારની કંપની ભારત ઈલેકટ્રોનિક્સ લિમિટેડ વચ્ચે ઉપરોકત કરાર કરવામાં આવ્યો હતો. ભારત ઈલેકટ્રોનિક્સ જ આ પ્રોજેકટની મુખ્ય કંપની રહેશે. આ મિસાઈલ સિસ્ટમનો ઉપયોગ ઈઝરાયલની નેવી સિવાય ભારતનું નૌકાદળ, વાયુસેના અને ભૂમિદળ પણ કરી રહી છે. ઈઝરાયલની કંપનીના સીઈઓ નિમરોડ શેફરના જણાવ્યા અનુસાર, આઈએઆઈની ભારત સાથેની ભાગીદારી બહુ જૂની છે. હવે અમે એકમેકસાથે મળીને અમારી સહિયારી સિસ્ટમ વિકસિત કરી રહયા છીએ. ભારતનું બજાર બહુ વિશાળ છે. અહીં અમારા માટે ઘણી ઉજ્જવળ તકો છે. ભારત અને ઈઝરાયલના નેતાઓ બન્ને દેશો વચ્ચેના સંબંધને વધુ મજબૂત કરવા માગે્ છે. બન્ને દેશો કૃષિ અને આધુનિક ટેકનોલોજીના ક્ષેત્રમાં પરસ્પર સહયોગની ભૂમિકા વધુ મજબૂત કરી રહયા છે. ઈઝરાયલ ભારત માટે હથિયારો સપ્લાય કરનારો મહત્વનો દેશ બન્યો છે.