ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ઘરઆંગણે ટેસ્ટ સિરીઝનો પ્રારંભ

ચૈનાઈઃ ઓસ્ટ્રેલિયાને તેની જ ઘરતી ઉપર હરાવ્યા બાદ હવે ભારતીય રણબંકાઓ ઈંગ્લેન્ડ સામે બાથ ભીડશે. ચૈનાઈમાં ઘરઆંગણે ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થઇ ચૂક્યો છે. ચૈનાઈનો ભૂતકાળનો રેકોર્ડ જોઈએ તો પિચ સ્પીનરોને મદદ મળી રહે તેવી રહેલ છે. જો અને તો વચ્ચેની શક્યતાઓમાં સ્પીનરો બાજી મારી જાય તેવી શક્યતા રહેલ છે. જ્યારે ફાસ્ટ બોલીંગની આગેવાતી ઈશાંત અને બુમરાહ કરશે. ઈંગ્લેન્ડ સામેની સિરીઝની પ્રથમ મેચ માટે ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં ઈરફાન જણાવે છે કે અનુભવી રોહિત શર્મા સાથે ઓપનીંગ માટે શુભમ ગીલને પસંદ કરાયો છે. ત્રીજા નંબર માટે તેમણે ચેતેશ્વર પુંજારા અને ચોથા સ્થાન માટે ટીમના કેપ્ટન વિરાટ કોહલી. ત્યાર બાદ વાઈસ કેપ્ટન અજીંક્ય રહાણે અને છઠ્ઠા નંબર પર વિકેટ કીપર ઋષભ પંત રહેશે.