ભારત-અમેરિકા વચ્ચે ટુ પ્લસ ટુ ફોર્મ્યુલા માટેની મંત્રણા નવી દિલ્હીમાં આજે શરૂ થઈ ગઈ…

0
804

 

 

ભારત- અમેરિકા વચ્ચે ટુ પ્લસ ટુ ફોર્મ્યુલા માટેની સૌપ્રથમ મંત્રણા આજે નવી દિલ્હી સાથે શરૂ થઈ ગઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતા. જેમાં ત્રાસવાદ, ઈરાન સાથે ક્રુડ ઓઈલ આયાત પર અમેરિકાનો પ્રતિબંઘ, ભારતના પ્રશાંત મહાસાગર ક્ષેત્રરક્ષા સહયોગ અને પ્રવાસન- વગેરે શામેલ હશે. એસ-400 ટ્રાયમ્ફ એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ ખરીદવા માટે રશિયાની સાથે 40 હજાર કરોડ રૂાના કરાર માટે ભારતની યોજના અંગે વાતચીત થઈ શકે છે. ભારતે તો અગાઉ જ સ્પષ્ટ કરી દીધું છેકે, તે અમે્રિકાના દબાણમાં નહિ આવે. રશિયા અને ઈરાન સાથે કરાર કરવા બાબત પીછેહઠ નહિ કરે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકના પ્રનમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 2017માં વરસમાં બે વાર ટુ પ્લસ ટુ  મંત્રણા યોજવાનો નિર્ણય લીધો હતો.