
.
ભારત અને જાપાન – બન્ને દેશો સૌ પ્રથંમવાર 2+2 બેઠકમાં ભાગ લેશે. ઉપરોક્ત બેઠકમાં ભારત અને જાપાનના નેતાઓ પરસ્પર સહયોગ અને રાજકીય વિષયપર વિચાર- વિમર્શ કરશે. જાપાનના વિદેશમંત્રી તોશિમિત્ષુ મોટેગી અને રક્ષામંત્રી તારો કોનો નવી દિલ્હી આવી રહ્યા છે. તેઓ અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ મુલાકાત લેશે, ત્યારબાદ બન્ને નેતાઓ ભારતના સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ અને વિદેશપ્રધાન એસ. જયશંકર સાથે હિન્દ- પ્રશાંત ક્ષેત્ર સહિત વિવિધ મુદા્ઓ પર ચર્ચા – વિચારણા કરશે. ભારત અને જાપાન વચ્ચે હિન્દ- પ્રશાંત ક્ષેત્ર સહિત અનેક મહત્વના મુદાંઓ પર ચર્ચા કરવામાં આવશે.
ભારત અને જાપાનના પ્રતિનિધિમંડળ ચર્ચામાં ભાગ લેશે. તેમની વચ્ચે સંરક્ષણ અને દ્વિપક્ષીય સુરક્ષા વિષે પણ વાતચીત કરવામાં આવશે. ભારતની એકટ ઈસે્ટ પોલિસી અંતર્ગત, જાપાનની પ્રાથમિકતાઓ અને મુક્ત હિન્દ- પ્રશાંત ક્ષેત્ર પણ આ મંત્રણાઓમાં મહત્વનો મુદો્ રહેશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ મંત્રણાને લીધો બન્ને દેશો પોતાની વૈશ્વિક ભાગીદારી અંગે નવેસરથી રજૂઆત કરશે. જાપાનના વડાપ્રધાન શિંઝો અબે અને ભારતનવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વરસના ઓકટોેબર મહિનામાં યોજાયેલી 13મી ભારત- જાપાન વાર્ષિક પરિષદ સમયે 2+2 મંત્રણા માટે પોતાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. ભારત અત્યાર સુધી બે દેશ સાથે 2+2 મંત્રણાઓમાં ભાગ લઈ ચૂક્યું છે. અમેરિકા અને ભારત મંત્રી સ્તરની 2+2 બેઠકમાં ભાગ લેતા હોય છે. પરંતુ ઓસ્ટ્રેલિયા સાથે હજુ સુધી કેવલ અધિકારી કક્ષાની જ 2+2બેઠક જ યોજાઈ છે.
ચીનના વિસ્તારવાદી પ્રોજેક્ટ વન બેલ્ટ, વન રોડના જવાબરૂપે અન્ય દેશો ભારત સાથે પોતાનો સહયોગ વધારી રહ્યા છે. આથી માનવામાં આવી રહ્યું છે કે, ભારત- જાપાન વચ્ચે યોજાયેલી આ બેઠક એક મોટું પગલું છે.
ભારત- અમેરિકા વચ્ચે 2+2 બેઠક 18મી ડિસેમ્બરે યોજાશે. જે વોશિંગ્ટનમાં યોજાશે. હિંદ- પ્રશાંત ક્ષેત્રમાં ચીનની વધી રહેલી ગતિ્વિધિઓ બાબત ભારતે અનેકવાર ચિંતા વ્યક્ત કરી છે.આ ક્ષેત્રમાં ભારતનું વર્ચસ્વ વધારવા માટે અમેરિકાએ ગત વરસે પ્રશાંત કમાન્ડનું નામ બદલીને હિન્દ- પ્રશાંત કમાન્ડ કરી દીધું હતું.