

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉઝબેકિસ્તાનના પ્રમુખ શૌકત મિરિઝિયાવોએ સંરક્ષણ અને આતંકવાદને ડામવા- નાબૂદ કરવા અસરકારક પગલાં લેવા માટે પરસ્પર એકમેકને સાથ- સહકાર આપીને કામગીરી બજાવવાની વાત પર મૂક્યો હતો. આથી સંરક્ષણ, કૃષિ, વિજ્ઞાન તેમજ ટેકનોલોજી સહિત વિવિધક્ષેત્રોમાં ભાગીદારી અંગે 17 કરારો કર્યા હતા. જેને ઉઝબેકિસ્તાનના પ્રમુખ શૌકત મિરિઝિયાવોએ ઐતિહાસિક કરાર ગણાવ્યા હતા. બન્ને નેતાઓે અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિ સહિત જુદા જુદા મુદા્ઓ બાબત વ્યાપક ચર્ચા કરી હતી. બન્ને દેશો એ બાબત સંમત થયા હતા કે યુધ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાં જો શાંતિની પરિસ્થિતિનું નિર્માણ કરવું હોય તો મંત્રણા – ચર્ચા દ્વારા જ એ સિધ્ધ કરી શકાય
ભારત- ઉઝબેકિસ્તાન સંયુકત લશ્કરી કવાયત કરવા માટે , આતંકવાદ વિરોધી ઓપરેશન માટે અને લશ્કરી તાલીમ તેમજ દવાઓ તેમજ આરોગ્ય વિષયક ક્ષેત્રે સહકાર વધારવા સંમત થયા હતા.
બન્ને દેશોએ ઈન્ટરનેટ દ્વારા આતંકવાદની થતી ગતિવિધિ અંગે ચર્ચા- વિચારણા કરવા એક સર્વગ્રાહી સંમેલન યોજવા માટે તૈયારી બતાવી હતી. ઉઝબેકિસ્તાન એના નવી દિલ્હી સ્થિત દૂતાવાસમાં એક સંરક્ષણ વિભાગ ઊભો કરશે. હાલમાં બન્ને દેશો વચ્ચે માત્ર 30 કરોડ ડોલરનો જ વ્યાપાર છે, પરંતુ બન્ને દેશો હવે દ્વિપક્ષીય વ્યાપારને એક અબજ ડોલર સુધીનો કરવાનો નિશ્ચય કર્યો હતો.