ભારત અને અમેરિકા સહિત દુનિયાભરના મુખ્ય દેશોમાં કોરોનાથી હવે યુવાવર્ગ અસરગ્રસ્ત થઈ રહ્યો છે…

 

        ભારતમાં પણ કોરોનાના બ્રિટીશ, દક્ષિણ આફ્રિકન અને બ્રાઝિલીયન વેરિયન્ટ જોવા મળ્યા છે. મુંબઈ સહિત ભારતના અન્ય વિસ્તારોમાં પણ કોરોના સંક્રમિત યુવાનોની સંખ્યા વધી રહી છે. એક અહેવાલ અનુસાર, મુંબઈમાં 1થી 11 એપ્રિલ સુધીમાં કોરોને કારણે જેટલાં મૃત્યુ થયાં તેમાંથી 10 ટકા 45 વર્ષથી ઓછી વયના લોકોનો સમાવેશ થતો હતો. 

         યુએસ સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ડિરેકટરના જણાવ્યા અનુસાર, કોરોનાથી સંક્રમિત થનારા યુવાનોમાં મોટાભાગના એ છે, તેમને હજુ સુધી વેકસીન લીધી નથી. કોરોનાના 40 ટકા નવા દર્દીઓ વાયરસના નવા વેરિયન્ટ બી.1.1.7(બ્રિટિશ વેરિયન્ટ)થી પ્રભાવિત છે. આ નવો પ્રકાર બાળકોને પણ પોતાની ઝપટનમાં લે છે. ડોકટર મેગન રેનીએ જણાવ્યું હતું કે, યુવાનોએ એવા ભ્રમમાં ન રહેવું જોઈએ કે હું યુવાન છું એટલે મને સંક્રમણ નહિ થાય. જો યુવાનોને શ્વાસ લેવાની તકલીફ પડતી હોય તો તેઓએ તરત જ સાવચેત થઈને તબીબને બતાવવું જોઈએ. ન્યુજર્સી રાજયમાં પણ હોસ્પિટલમાં દાખલ થનારા 20 થી 29 વર્ષના યુવાનોની સંખ્યામાં 31 ટકાનો વધારો થયો હતો.