ભારત અને અમેરિકાના લોકો વચ્ચે જેટલા મજબૂત સબંધ છે તેટલા બીજા કોઈ દેશોનાં લોકો વચ્ચે નથી

નવી દિલ્હીઃ ભારતીય એમ્બેસી દ્વારા ભારતીય મૂળના અમેરિકન સમુદાય માટે આયોજિત એક કાર્યક્રમમાં અમેરિકન રાષ્ટ્રપતિના નિવાસ સ્થાન વ્હાઈટ હાઉસના સિનિયર અધિકારીએ ભારત અને અમેરિકાના સબંધો પર બહુ મહત્વનુ નિવેદન આપ્યું છે. અમેરિકાની નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના કર્ટ કેમ્પબેલે કહ્યુ હતુ કે, ભારત અને અમેરિકાના લોકો વચ્ચે જેટલા મજબૂત સબંધો છે તેટલા બીજા કોઈ દેશના લોકો વચ્ચે નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં બંને દેશોના સબંધો મજબૂત બન્યા અને આગામી વર્ષોમાં વધારે મજબૂત બનશે. તેમણે કહ્યુ હતુ કે, આ કોઈ એક વિશેષ સમુદાયના સબંધો નથી. બંને દેશો વચ્ચેના સબંધો માત્ર સિક્યુરિટી કે ટેકનોલોજીના કારણે નથી. અમેરિકા અને ભારતના લોકો વચ્ચેના એક બીજાના સબંધો પર બંને દેશના સબંધો પણ આધારિત છે. કેટલાય ઈસ્યુ એવા છે જેમાં મને લાગે છે કે બંને દેશની સરકારોએ વચ્ચેથી હટી જઈને ભારત અને અમેરિકાના લોકોને જ તેમની રીતે તેના પર કામ કરવા દેવુ જોઈએ. કેમ્પબેલે કહ્યુ હતુ કે, દુનિયા આજે અનેક પ્રકારના પડકારોનો અને અવરોધોનો સામનો કરી રહી છે ત્યારે બે દેશ વચ્ચે અને તેના લોકો વચ્ચે આ પ્રકારે સબંધોને વિકસતા જોઈને અદભૂત લાગણી થાય છે. અમેરિકા માટે ભારત માત્ર સહયોગી દેશ નથી પણ નિકટનું ભાગીદાર પણ છે. 21મી સદીમાં આ સૌથી મહત્વના દ્વિપક્ષીય સબંધો સાબિત થશ