‘ભારત અતિ આત્મવિશ્વાસમાં છે, ચીન તેનો જવાબ આપશે’

 

બીજિંગઃ વાસ્તિવક નિયંત્રણ રેખા પર ભારતની કાયર્વાહીથી ઉશ્કેરાયેલા ચીનના સરકારી સમાચાર ધ ગ્લોબલ ટાઈમ્સે ભારતને ધમકી આપતા લખ્યું હતું કે તે અતિ આત્મવિશ્વાસમાં છે,. ભારતીય જવાનોએ ગેરકાયદે  એલએસી પાર કરી હતી. તેના જવાનો બંને દેશોની સમજૂતી તોડીને ગોળીબાર કરી રહ્યા છ. આવું ૪૫ વષર્માં પ્રથમ વખત થયું છ. તેઓ દેખાડવા માગે છે કે હિથયારોના ઉપયોગ અંગે થયેલી જૂની સમજૂતીને તેઓ નથી માનતા. જો આવું છે તો બંને દેશોએ સીમા પર લોહિયાળ યુગના એક નવા તબક્કા માટ તૈયાર રહેવું જોઈએ.

ભારતે એલએસી પર કટલાક મહત્ત્વના વિસ્તારોમાં બઢત મેળવી છે. ચીની સેનાના વેસ્ટર્ન થિએટર કમાંડના પ્રવક્તા કનર્લ ઝાંગ શુઈલીએ મંગળવારે કહ્યું હતું ભારતીય સેના પેંગોંગ સો સરોવરના દિક્ષણ વિસ્તારમાં શેનપાઓ પવર્તીય ક્ષેત્રમાં પહોંચી ચુકી છે. તેમને અટકાવવા ગયેલા ચીની સૈનિકો પર ગોળીબાર થયો હતો. અમારા સૈનિકોએ મામલો શાંત કરવા જરૂરી પગલાં લેવા પડયા હતા.

ગ્લોબલ ટાઈમ્સે લખ્યું હતું ભારત અને ચીન સીમા પર ૪૦ વર્ષથી શાંતિ છે. કેટલીક વખત મિલીટ્રી સ્ટેંડ ઓફ એટલે કે સૈન્ય અથડામણની સ્થિતી બની હતી. કોઈ ગંભીર સૈન્ય સંઘર્ષ થયો ન હતો.

બંને દેશ તણાવ થવા પર હથિયારોના ઉપયોગ કરવાથી બચી રહ્યા હતા. જૂનમાં થયેલી અથડામણમાં અમુક જીવ ગયા હતા પણ તે સમયે પણ ગોળીબાર થયો ન હતો.