ભારતે રશિયા પાસેથી એસ- 400 મિસાઈલ સિસ્ટમ ખરીદી એટલે અમેરિકા નારાજ થયું છે, અમેરિકાએ એવી ધમકી ઉચ્ચારી છે કે, ભારત રશિયા પાસેથી ઉપરોક્ત સિસ્ટમ ખરીદશે તો અમેરિકા ભારત સાથેના વ્યાપાર વિનિમય પર પ્રતિબંધ લગાવશે…

 

 

   અમેરિકાના સંસદ અને રિપબ્લિકન પક્ષના નેતા ટોડ યંગ અમેરિકાની સેનેટની વિદેશ- મામલાની સમિતિના સભ્ય છે. તેમણે એક લેખમાં જણાવ્યું હતું કે, જો ભારતની રશિયા સાથેની મિસાઈલ સિસ્ટમ ખરીદીથી નારાજ અમેરિકા ભારત પર કશા ય પ્રતિબંધ લગાવશે તો એ એની એક ગંભીર ભૂલ સાબિત થશે. જેને કારણે અત્યારના સૌથી મહત્વના સમયગાળમાં વ્યૂહાત્મક મોરચે અમેરિકા નબળું પડશે.એના ભારત સાથેના સંબંધો પર અવળી અસર પડશે. વળી ચીન સામે કડકાઈથી કામ પાર પાડવાના ચાર દેશોના સંગઠનની ક્ષમતા પર પણ વિપરીત અસર પડશે. અમેરિકાએ એક કાનૂન બનાવ્યો છે, જેની અંતર્ગત, રશિયા પાસેથી લશ્કરી કે બીજી સંરક્ષણ ને લગતી સંવેદનશીલ સામગ્રી ખરીદનારા દેશો પર  અમેરિકા    પ્રતિબંધ મૂકે છે. ભારતે એર ડિફેન્સ સિસ્ટમ એસ- 400 માટે રશિયા સાથે જયારથી સોદો કર્યો છે , ત્યારથી અમેરિકા પ્રતિબંધ મૂકવાની વારંવાર ધમકી આપી રહ્યું છે. જો કે ભારત રશિયા સાથેનો આ સોદો (કરાર) રદ કરવાનું વિચારતું નથી. આવી પરિસ્થિતિમાં અમેરિકાએ  કુનેહથી કામ લેવું જોઈએ એવું સાંસદ ટોડ યંગ માની રહ્યા છે.