
ભારતે 18.5ઓવરમાં 3 વિકેટ ખોઈને 162 રન કરીને ન્યૂઝીલેન્ડે આપેલો ટાર્ગેટ આસાનીથી પૂરો કર્યો હતો. ભારતે પહેલીવાર ન્યૂઝીલેન્ડને ઘર આંગણે હરાવ્યું હતું. મેચમાં 3 વિકેટ ઝડપનાર ખેલાડી કૃણાલ પંડ્યા મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો. કેપ્ટન રોહિત શર્માએ 29 બોલમાં 50 રન કર્યા હતા. ઋષભ પંતે અને શિખર ધવને પણ રમતમાં સારું યોગદાન આપ્યું હતું. રોહિત ટી-20 ફોર્મેટમાં ટોપ સ્કોરર બન્યો હતો. સિરિઝની છેલ્લી અને મહત્વની મેચ રવિવારે હેમિલ્ટન ખાતે રમાશે.