ભારતે પાકિસ્તાનને કોરોના વેકસીન આપવાનો નિર્ણય કર્યો છે…

 

       ભારત તરફથી કરાર અંતર્ગત, પાકિસ્તાનને 45 મિલિયન ( સાડા ચાર કરોડ) ડોઝ મોકલવામાં આવશે. પાકિસ્તાનને સીરમ ઈન્સ્ટીટયૂટની બનાવેલી કોવિશિલ્ડ વેકસીન આપવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર, અન્ય દેશોની માફક પાકિસ્તાનને પણ ભારત કોરોના વેકસીન મોકલશે. પાકિસ્તાનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવાના સચિવ અશરફ ખ્વાજાના જણાવ્યા અનુસાર, ભારતમાં બનાવવામાં આવેલી કોરોનાની વેકસીન માર્ચ મહિનામાં પાકિસ્તાનને મળી જશે. માર્ચના અંત સુધીમાં લગભગ 1.6 કરોડ ડોઝ અને બાકી રહેલો જથ્થો જૂન સુધીમાં પાકિસ્તાનને મોકલી દેવામાં આવશે.