ભારતે પાકિસ્તાનને આદેશ કર્યો છેકે, તમારા હાઈકમિશનમાં 50 ટકા સ્ટાફનો ઘટાડો કરો..

 

    આજકાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે ડિપ્લોમેટિક સ્તર પર તંગદિલી દિન- પ્રતિદિન વધી રહી છે. ભારતનો આરોપ છેકે ભારતસ્થિત પાકિસ્તાની દૂતાવાસના અધિકારીઓ જાસૂસી જેવી પ્રવૃત્તિ કરતા પકડાયેલાં છે. ભારત પણ ઈસ્લામાબાદ સ્થિત દૂતાવાસમાં 50 ટકા સ્ટાફનો ઘટાડો કરી રહ્યું છે. વિદેશ મંત્રાલયના સત્તાવાર સમાચાર સૂત્રો દ્વારા અપાયેલી માહિતી અનુસાર, પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છેકે, તેઓ ભારતસ્થિત તેમના દૂતાવાસના કર્મચારીઓમાં 50 ટકાનો ઘટાડો કરે. પાકિસ્તાની દૂતાવાસના કર્મચારીઓ ગેરકાયદે પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. તઓ જાસૂસી કરે છે, તેમજ આતંકવાદી સંંગઠનો સાથે સંપર્ક ધરાવે છે. 31મેના પાકિસ્તાનના દૂતાવાસના બે કર્મચારીઓને જાસૂસી કરતા રંગે હાથ પકડવામાં આવ્યા હતા. પાકિસ્તાનને પોતાનો સ્ટાફ ઓછો કરવા માટે 7 દિવસની મહેતલ આપવામાં આવી છે. જોકે પાકિસ્તાન તરફથી કોઈ સત્તાવાર જવાબ હજી સુધી આપવામાંઆવ્યો નથી.