ભારતે નિકાસ પર પ્રતિબંધ મુકતા જ પાકિસ્તાનમાં હાહાકારઃ ડુંગળી 240 રૂિપયે કિલો

કરાંચીઃ પાકિસ્તાનમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે. મોંઘવારીથી પહેલેથી જ દાઝેલી પ્રજાને વધુ એક ફટકો પડ્યો છે. જેની પાછળનુ કારણ એ છે કે, ભારતે માર્ચ 2024 સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકયો છે. ભારત સાથે કોઈ જાતના વેપાર સબંધો નહીં રાખવાના બણગા ફૂંકતા પાકિસ્તાનને ડુંગળી માટે તો ભારત પર જ આધાર રાખવો પડે છે. ભારતે પ્રતિબંધ મુકવાનુ એલાન કર્યુ તે સાથે જ પાકિસ્તાનના જથ્થાબંધ વેપારીઓએ ડુંગળીની ભારે ખરીદી માર્કેટમાં શરૂ કરી દીધી હતી. જેના કારણે ડુંગળીની કિંમતો પ્રતિ કિલો સીધી 160 થી 180 રૂપિયા પર પહોંચી ગઈ હતી. એ પછી ડુંગળીના ભાવમાં સતત વધારો જ થઈ રહ્યો છે. હવે તો છુટક માર્કેટમાં ડુંગળી પ્રતિ કિલો 240 રૂપિયાના ભાવે વેચાઈ રહી છે. ડુંગળીના વધી રહેલા ભાવના કારણે ગ્રાહકો પરેશાન છે. પાકિસ્તાનમાં ડુંગળીના ઉત્પાદનમાં ભારે ઘટાડો થયો છે અને બીજી તરફ ભારતે પ્રતિબંધ મુકયો હોવાથી પાકિસ્તાનને બેવડો માર પડી રહ્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં ડુંગળીના ભાવ બમણા થઈ ગયા છે. પાકિસ્તાનને આશા છે કે, ભારતના બજારોમાં ડુંગળીની કિંમત ઓછી હોવાથી ભારત બહુ જલદી નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લેશે. જેના કારણે પાકિસ્તાન ફરી ડુંગળી ખરીદી શકશે અને દેશમાં ડુંગળીના ભાવ ઓછા થશે. ડુંગળીના વધેલા ભાવથી લોકોનુ શાકભાજીનુ બજેટ ખોરવાઈ ગયુ છે. જથ્થાબંધ શાકભાજી બજારના અધ્યક્ષ હાજી શાહજહાંએ પાકિસ્તાનના એક અખબાર સાથે વાત કરતા કહ્યુ હતુ કે, મધ્યમ ગુણવત્તા વાળી ડુંગળીના જથ્થાબંધ ભાવ 7000 રૂપિયે પ્રતિ કિલો છે અને સારી ક્વોલિટીની ડુંગળીના ભાવ 8000 પ્રતિ 40 કિલો છે. બલૂચિસ્તાનમાં ડુંગળીની ખેતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here