ભારતે કર્યુ બ્રહ્મોસ મિસાઈલનું સફળ પરીક્ષણ

 

નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે વિવાદ તો શરૂ જ હતા, પરંતુ જે રીતે ૧૪ જૂને ચીની સૈનિકોએ વાતચીત કરવા ગયેલા ભારતીય જવાનો સાથે દગાબાજી કરીને પીઠ પાછળ હુમલો કર્યો હતો જેમાં ભારતનાં ૨૦ જવાન શહીદ થયા હતા, પરંતુ જે રીતે ભારતીય જવાનોએ પોતાના શૌર્યનું પ્રદર્શન કર્યું હતું તે ચીન કદી નહીં ભૂલશે. ભારતીય જવાનોએ જડબાતોડ જવાબ આપતા ચીનનાં ૪૦ સૈનિકોને ઠાર માર્યા હતા. ચીને તેમનાં સૈનિકોનાં મોતનાં આંકડા હજી પણ જાહેર કર્યા નથી. ભારત-ચીન વિવાદ વચ્ચે ભારતે ફરી વાર પોતાનું શક્તિ પ્રદર્શન કર્યુ છે. સવારે ૧૦ વાગ્યે અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહથી જમીનમાં વાર કરનારી બ્રહ્મોસ મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આ સુપરસોનિક ક્રૂજ મિસાઈલનું પરીક્ષણ સફળતા પૂર્વક થયું હતું જેમાં મિસાઈલે પરીક્ષણ દરમિયાન પોતાના સટિક નિશાનાથી ટારગેટને માર્યો હતો. જેનો ટારગેટ બીજા દ્વીપ સમૂહ પર હતો. આ તમામ પરીક્ષણ બાદ હવે આ મિસાઈલ ભારતીય સેનામાં શામેલ થવા માટે સક્ષમ છે જેનું સોમવારે સવારે ૧૦ વાગ્યે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મિસાઈલની ક્ષમતાની વાત કરીએ તો તે હવે ૪૦૦ કિલોમીટર થઈ ગઈ છે.

આ મિસાઈલ એક એવી યુનિવર્સલ લાંબી રેન્જની મિસાઈલ છે જેને જમીન હોય કે આકાશ કે સમુદ્રમાં હોય તેને લોન્ચ કરી શકાય છે અને દુશ્મનોને ભેદી શકાય છે. આ જ મહિને ભારતે બાલાસોરમાં ક્વિક રિએક્શન મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું હતું. આ મિસાઈલને બે વેરિયેન્ટ્સમાં તૈયાર કરવામાં આવેલ છે. એન્ટી શિપ અને લેન્ડ અટેક રોલનાં તરીકે વિકસાવી છે. આ મિસાઈલ સિસ્ટમ પોતાની શ્રેણીમાં આખા વિશ્વની સોથી ઝડપી ઓપરેશનલ સિસ્ટમ છે. અગાઉ ડીઆરડીઓએ મિસાઈલની રેન્જ ૨૯૮ કિલોમીટર થી ૪૫૦ કિલોમીટર વધારી છે. ભારત જે રીતે પોતાની તાકાત વધારી રહ્યું છે તે દુશ્મન દેશોનાં નજરમાં છે અને તેમને પણ ખબર છે કે હવે આ પહેલા વાળું ભારત નથી. હવે કોઈ પણ દુશ્મન દેશ ભારતથી દુશ્મની કરતા પહેલા વિચારશે. હવે તમામ આતંકી શિવિર બ્રહ્મોસનાં નિશાના પર છે. આ મિસાઈલ ૨૮ ફૂટ લાંબી અને ૩૦૦૦ કિલોગ્રામની છે જેનાં પર પરમાણુ હથિયાર લગાવી શકાય છે. જે દુશ્મનો પર અચૂક નિશાન સાધે છે. આ મિસાઈલની ઝડપની વાત કરીએ તો ૪૩૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી હુમલો કરે છે. આ મિસાઈલ ૧.૨ કિલોમીટર પ્રતિ સેકન્ડનાં હિસાબે દુશ્મનોને નિશાન ટાંકે છે જેથી દુશ્મનોને બચવા કે હુમલો કરવા માટે સમય જ બચતો નથી