ભારતે ઓડિશામાં SMART મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યુ

 

નવી દિલ્હીઃ ભારતે સોમવારે ઓડિશા કિનારેથી પરીક્ષણ શ્રેણીમાંથી સ્વદેશી રીતે વિકસિત સુપરસોનિક મિસાઇલ આસિસ્ટેડ રિલીઝ ઓફ ટોરપિડોનું સફળતાપૂર્વક એપીજે અબ્દુલકલામ આઇલેન્ડ પર ૧૧.૪૫ કલાકે કોઇ પણ જાતની ખામી વગર આ ફ્લાઇટ-પરીક્ષણ કર્યું હતું. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠનના વૈજ્ઞાનિકોને આ પરાક્રમ માટે અભિનંદન આપ્યા છે. સપ્ટેમ્બરમાં જ ભારતે હાઈપરસોનિક ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેટર દેશ બનવામાં સફળતા હાંસલ કરી છે. આ ટેક્નોલોજી મેળવનાર ભારત વિશ્વનો ચોથો દેશ બન્યો છે. આ અગાઉ અમેરિકા, રશિયા અને ચીન પણ આ ટેકનોલોજી વિકસાવી ચૂક્યા છે. સરકારી સુત્રોના જણાવ્યા અનુસાર હવે ભારત આવતા પાંચ વર્ષમાં હાયપરસોનિક મિસાઇલોનું ઉત્પાદન કરી શકશે.

હાયપરસોનિક મિસાઇલો એક સેકંડમાં બે કિ.મી. સુધી પ્રહાર કરી શકે છે. તેમની ગતિ ધ્વનિની ગતિ કરતા ૬ ગણી વધારે છે. ભારતમાં ઉત્પન્ન થયેલ હાયપરસોનિક મિસાઇલો દેશમાં રચાયેલ સ્ક્રેમજેટ પ્રોપલ્શન સિસ્ટમથી સજ્જ હશે. ડીઆરડીઓના વડા જી. સતીષ રેડ્ડી અને તેમની અતિસંવેદનશીલ મિસાઇલ ટીમે આ પ્રોજેક્ટની અધ્યક્ષતા આપી હતી. ૭ સપ્ટેમબરે સવારે ૧૧.૦૩ વાગ્યે તેનું લોકાર્પણ કરાયું હતું. પરીક્ષણ પ્રક્રિયા લગભગ પાંચ મિનિટ સુધી ચાલી હતી. પરીક્ષણમાં, આ લોંચ વાહન કમ્બશન ચેમ્બર પ્રેશર હવાનું સેવન અને નિયંત્રણ જેવા પરિમાણો પર યોગ્ય હોવાનું જણાયું હતું.

આ સિવાય ૩૦ સપ્ટેમ્બરે ભારતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલનું પરીક્ષણ કર્યું હતુ. બુધવારે કરાયેલ પરીક્ષણ મિસાઇલ બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલના અપગ્રેડ વર્ઝનનું પરીક્ષણ હતું, જેની ફાયરપાવરની રેન્જ વધારીને ૪૦૦ કિ.મી. કરવામાં આવી હતી. આ મિસાઇલનું પરીક્ષણ પણ ૩૦ સપ્ટેમ્બરે સવારે ૧૦.૩૦ વાગ્યે ઓડિશાના બાલાસોર જિલ્લામાં ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેંજ પર મોબાઇલ લોન્ચરથી કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here