ભારતે એક દિવસમાં કરોના રસીના સૌથી વધુ ડોઝ આપવાનો વિક્રમ કર્યો

 

નવી દિલ્હીઃ છેલ્લા પાંચ દિવસમાં બીજી વખત દેશમાં કોરોના વિરોધી રસીના એક કરોડથી વધુ ડોઝ આપવાનો વિક્રમ નોંધાયો છે. અત્યાર સુધીમાં દેશમાં કુલ ૬૫ કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે મંગળવારે સાંજે ૬ વાગ્યા સુધીમાં દેશમાં ૧.૦૯ કરોડ રસીના ડોઝ આપવાનો વિક્રમ કરવામાં આવ્યો હતો.