ભારતે અમેરિકાને સ્પષ્ટ જણાવી દીધું- વાતચીતની જરૂર હશે તો ભારત-પાકિસ્તાન વચ્ચે જ વાત થશે, તમારી દરમિયાનગિરીની ભારતને જરૂર નથી.

0
994

ભારતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કાશ્મીર મામલે મધ્યસ્થતા કરવાની રજૂઆતને ધરમૂળથી ફગાવી દીધી હતી. થાઈલેન્ડની રાજધાની બેન્ગકોકમાં આસિયાન દેશોના સંમેલનમાં વિદેશમંત્રી એસ. જયશંકરે એમના અમેરિકી સમકક્ષ માઈક પોપેયો સાથેની મુલાકાત દરમિયાન આ વાતને બિલકુલ સ્પષ્ટ કરી દીધી હતી. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગત ગુરુવાર, 1લી ઓગસ્ટે વાઈટહાઉસમાં પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે, જો ભારત ઈચ્છે તો તે આ મુદાંને ઉકેલવામાં ભારતની મદદ કરી શકે છે. , પરંત બધું જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિર્ભર છે. 
   વિદેશમંત્રી એસ. જયશંકરે શુક્રવારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, મેં અમેરિકાના મારા સમકક્ષને આજે સવારે સ્પષ્ટ રીતે જણાવી દીધું છેકે, કાશ્મીર અંગે કોઈ પણ પ્રકારની વાતચીતની જરીર હશે તો તે માત્ર પાકિસ્તાન સાથે જ થશે, અને માત્ર દ્વિપક્ષીય વાતચીત જ હશે