ભારતીય સિરિયલ જોતી પુત્રી પર ગુસ્સો કરી આફ્રિદીએ ટીવી તોડ્યું

ઇસ્લામાબાદઃ ભારતવિરોધી સતત નિવિદનોને કારણે ચર્ચામાં રહેતા પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીનો એક વિડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. આ વિડિયો આમ તો જૂનો છે, એક ટીવી કાર્યક્રમમાં ઇન્ટરવ્યુ દરમિયાન આફ્રિદી એન્કર સાથેની વાતચીતમાં કહે છે કે મારી પુત્રી ભારતીય ટીવી-ચેનલ પરની એક સિરિયલ જોઈને આરતી ઉતારવાની એક્ટિંગ કરી રહી હતી. એ જોઈને એટલો ગુસ્સો આવ્યો હતો મેં ટીવી તોડી નાખ્યું હતું. ત્યારે ઇન્ટરવ્યુમાં હાજર રહેલા પાકિસ્તાની દર્શકોએ મારા નિવેદનને તાળીઓથી વધાવ્યું હતું. (ગુજરાત ટાઇમ્સ સંકલન)