ભારતીય વોલીબોલ પ્લેયર અરુણિમા સિંહાની બાયોપિકમાં કંગના રનૌત અને અમિતાભ બચ્ચન

0
1151

આર. બાલ્કી એક કુશળ નિર્દેશક છે. ચીલાચાલુ વિષયોથી હટકે ફિલ્મો બનાવનારા કસબી છે. તેમણે અત્યાર સુધી બનાવેલી ફિલ્મો આ વાતની સાબિતી આપે છે. અમિતાભ અને અભિષેક બચ્ચન અભિનિત પા ફિલ્મ જેણે જોઈ હશે તેમણે આ વાતની ખબર છે.

             2011માં એક ટ્રેન અકસ્માતમાં પોતાનો એક પગ ગુમાવી દેનારા વોલીબોલ પ્લેયર અરુણિમા સિંહાના જીવન પરથી આ બાયોપિક બની રહી છે. પોતે એક પગ ખોઈ બેઠા હોવા છતાં આ હિંમતબાજ મહિલા ખેલાડીએ હિમાલયનું સર્વૌચ્ચ એવરેસ્ટ શિખર સર કરીને પોતાની બહાદુરીનું ઉજ્જવળ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ જાંબાઝ યુવતીની ભૂમિકા પ્રતિભાશીલ અભિનેત્રી કંગના રનૌત ભજવશે. જયારે એના કોચની ભૂમિકામાં મહાનાયક અમિતાભ બચ્ચન ચમકશે. આર. બાલ્કીને અમિતજી માટે ખૂબ આદર છે. તેઓ પોતાની ફિલ્મોમાં અમિતજીની ભૂમિકા અવશ્ય હોય એવું દિલથી ચાહે છે. કંગના રનૌત અને અમિતજીની આ ફિલ્મ લોકોમાં આતુરતા અને ચાહના જગાડશે એ વાત નિશંક છે.