ભારતીય વૈજ્ઞાનિકોએ બનાવી વેક્સિન: તમામ વેરિએન્ટ વિરુદ્ધ અસરકારક

ભૂવનેશ્વર: જીવલેણ કોરોનાવાઇરસની ત્રીજી લહેર વચ્ચે ભારતીય વૈજ્ઞાનિકોને મોટી સફળતા સાંપડી છે. ભારતીય વૈજ્ઞાનિકોએ એવી વેક્સિન તૈયાર કરવાનો દાવો કર્યો છે જે કોરોના વાઇરસના તમામ વેરિએન્ટ વિરુદ્ઘ અસરકારક છે.

આસનોલ સ્થિત કાજી નજ‚લ યુનિવર્સિટી અને ભૂવનેશ્ર્વર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચના વૈજ્ઞાનિકોએ એક પેપ્ટાઇડ વેક્સિન તૈયાર કરી છે. જેના માટે દાવો કરવામાં આવ્યો છે કે, આ વેક્સિન ભવિષ્યમાં કોરોના વાયરસના કોઇ પણ વેરિએન્ટ સામે કારગર નિવડી શકે છે.

વૈજ્ઞાનિકોના રિસર્ચને જર્નલ ઓફ મોલિક્યૂલર લિક્વિડ્સ દ્વારા પ્રકાશન માટે સ્વીકારવામાં આવ્યું છે. રિસર્ચરોનું કહેવું છે કે, અમે એક એવા મલ્ટી એપિટોપ મલ્ટી ટાર્ગેટ કાઇમેરિક પેપ્ટાઇડ તૈયાર કર્યો છે જે કોરોના વાયરસના તમામ વેરિએન્ટ વિ‚દ્ઘ એન્ટીબોડી તૈયાર કરવામાં સક્ષમ હશે. કાજી નજ‚લ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ચૌધરી અને સુપ્રભાત મુખરજી તેમજ આઇઆઇએસઇઆઇર ભુવનેશ્ર્વરના પાર્થ સારથી સેન ગુપ્તા, સરોજકુમાર પાંડા અને મલય કુમાર રાણાએ જણાવ્યું કે, ડેવલોપ કરવામાં આવેલ વેક્સિન એન્ટિજેનિક અને ઇમ્યૂજેનિક છે. રિસર્ચરોની ટીમે કોમ્પ્યૂટેશનલ મેથડ થકી આ વેક્સિન તૈયાર કરી છે. આગામી તબક્કામાં વેક્સિનનું પ્રોડક્શન શ‚ કરાશે જે બાદ તેનું ટેસ્ટિંગ શ‚ કરવામાં આવશે. ચૌધરીએ વધુમાં જણાવ્યું કે આ વેક્સિન અનોખી છે. વિશ્વમાં અત્યાર સુધી એવી કોઇ રસી તૈયાર નથી કરવામાં આવી જે કોરોના વાયરસના તમામ વેરિએન્ટ સામે લડવામાં સક્ષમ હોય. રિસર્ચ કરનારી ટીમે પ્રથમ ૬ અલગ-અલગ વાયરસના સ્પાઇક પ્રોટીનમાં વિવિધ સંરક્ષિત ક્ષેત્રની ઓળખ કરી હતી. જે ખૂબ જ ઓછા મ્યૂટેશનથી પસાર થાય છે અને આ પ્રકારને મહામારી દરમિયાન તેમાં થોડું પરિવર્તન આવે છે