ભારતીય વિદ્યાભવન્સ સ્કૂલના કર્મયોગી પુરુષરત્ન જિતુભાઈ ત્રિવેદીનું અવસાન

 

નડિયાદઃ ભારતીય વિદ્યાભવન્સ દ્વારા શિક્ષણ ક્ષેત્રે લોકોને માનદ્ સેવાઓ આપવા માટે જિતુભાઈ ત્રિવેદી છેલ્લાં ૪૦ વર્ષથી સમર્પિત હતા. ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૧ને મંગળવારના રોજ ૯૭ વર્ષની જૈફ વયે તેમનું અવસાન થયું. તેઓ ભારતીય વિદ્યા ભવનના પપેટ્રન ઈન ચીફ હતા. તેઓ ભવન્સ નડિયાદ કેન્દ્રના માનદ્ સચિવ હતા. જિતુભાઈ ત્રિવેદી વર્ષ ૧૯૯૭માં નડિયાદમાં ભવન્સ સ્કૂલની સ્થાપના કરી અને તેને છેલ્લા ૨૫ વર્ષથી સફળતાપૂર્વક ચલાવી. તેમણે ૧૨૦ વિદ્યાર્થીઓ સાથે નડિયાદમાં શાળા શરૂ કરી હતી. અને આજે તેમાં પ્લે ગ્રુપથી લઈ ૧૨માં ધોરણ સુધી ૧૫૦૦ કરતા વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જિતુભાઈ ત્રિવેદી તેઓની પાછળ પરિવારમાં પુત્રી કેતકીબહેન ઝા છે. ભવન્સ સ્કૂલ દ્વારા શિક્ષણ એ જીવનધ્યેય હતું. પરંતુ તેઓ આજીવન  શિક્ષણ માટે સમર્પિત રહ્યાં. એવા નરરત્ન જીતુભાઈ ત્રિવેદીને હૃદયપૂર્વક શ્રદ્ધંજલિ. ‘ગુજરાત ટાઈમ્સ’ પરીખ વર્લ્ડવાઈડ મિડિયાના ચેરમેન પદ્મશ્રી ડો. સુધીરભાઈ પરીખ, અમદાવાદ ઓફિસના બ્યુરોચીફ અરૂણભાઈ શાહ, ખેડા જિલ્લાના બન્યુરોચીફ શૈલેષ પરીખ અને તંત્રી દિગંત સોમપુરાએ જિતુભાઈ ત્રિવેદીના દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી છે.