ભારતીય વિદ્યાનવનમાં હરિભાઈ દેસાઈ ઈનિ્સ્ટટ્યૂટ ઓફ સ્કિલ ડેવલપમેન્ટનો પ્રારંભ

 

નડિયાદઃ ભારતીય વિદ્યા ભવન, નડિયાદ કેન્દ્ર દ્વારા હરિભાઈ વિ. દેસાઈ ઇનિ્સ્ટટ્યૂટ ઓફ સ્કિલ ડેવલપમેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 

આ સંસ્થા કોમ્પ્યુટર સોફ્ટવેર, ટેલરિંગ, ટૂરીઝમ, ફેશન ડિઝાઇનિંગ, ફાઇનાન્સ, બ્યુટિફિકેશન, ઇલેક્ટ્રિકલ, સુથારીકામ, રિટેલ સેલ્સમેન અને બીજાં અનેકવિધ ક્ષેત્રોમાં તાલીમ આપશે. આ તાલીમ નેશનલ હાઇવે નંબર આઠ નરસંડા-વડતાલ ક્રોસિંગ પર આવેલા તેમના ૨૦ એકર કેમ્પસમાં પ્રારંભ કરવામાં આવી છે.

પાંચ કરોડના ખર્ચે બનનારી આ ઇમારતનું ભૂમિપૂજન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાનપદે દેસાઈ બ્રધર્સ કંપની લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર નીતિનભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ આ પ્રોજેક્ટરના મુખ્ય દાતા પણ છે. એલિકોન એન્જિનિયરિંગ વિદ્યાનગરના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પ્રાયસ્વિનભાઈ પટેલ અતિથિવિશેષપદે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ચારુતર વિદ્યામંડળના ચેરમેન ભીખુભાઈ પટેલ, મોટિવેશનલ સ્પીકર અને ઇન્ટરનેશનલ ટેક્સના નિષ્ણાત મુકેશભાઈ પટેલ વિશેષ મહેમાનપદે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના માનદ્ ડીન હરિભાઈ દેસાઈ તથા ભારતીય વિદ્યા ભવનના ખજાનચી આઇ. આર. ખાંડવાળાએ સમારંભમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ભારતીય વિદ્યાભવનના માનદ્ સેક્રેટરી જિતુભાઈ ત્રિવેદીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. 

કાર્યક્રમના પ્રારંભમાં ભારતીય વિદ્યા ભવનના ડિરેક્ટર અને સીઇઓ એન. ભાસ્કરને સ્વાગત પ્રવચન કરી સૌ મહેમાનોને આવકાર્યા હતા અને ટૂંકો પરિચય આપ્યો હતો. અંતમાં, આભારવિધિ કરી કાર્યક્રમ પૂર્ણ થયાની જાહેરાત કરી હતી.