ભારતીય વાયુસેનાએ ૮૮મો સ્થાપના દિવસ ઉજવ્યો

REUTERS

 

નવી દિલ્હીઃ પોતોનો ૮૮મો સ્થાપના દિવસ ભારતીય વાયુસેનાઐ ઉજવી રહી છે. આયોજનમાં કુલ ૫૬ એરક્રાફ્ટે ભાગ લીધો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ અવસરે વાયુસેનાને શુભેચ્છા પાઠવી છે. તેમણ ટ્વીટ કરીને કહ્યું કે એરફોર્સ ડે પર ભારતીય વાયુસેનાના તમામ વીર યોદ્ધાઓને ખુબ ખુબ શુભેચ્છાઓ. તમે આકાશને તો સુરક્ષિત રાખો જ છો પરંતુ આફત સમયે પણ માનવતાની સેવામાં અગ્રણી ભૂમિકા ભજવો છો. માં ભારતીની રક્ષા માટે તમારા સાહસ, શૌર્ય અને સમર્પણ દરેકને પ્રેરિત કરનારા છે. વાયુસેનાના પ્રમુખે આ અવસરે અનેક વાયુવીરોનું સન્માન કર્યું. જેમાં એ જવાનો પણ સામેલ છે જેમણે બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here