ભારતીય રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર રધુરામ રાજને મોદી સરકારના ઉતાવળૈા નિર્ણયોની આલોચના કરી…કોઈ એક વ્યક્તિ ભારતના અર્થતંત્રને પોતાની મરજીથી ના ચલાવી શકે

0
756

રિઝર્વ બેન્કના માજી ગવર્નર રઘુરામ રાજને મોદી સરકારની કામગીરી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમમએ જણાવ્યું હતું કે, ભારત દેશની અર્થ- વ્યવસ્થાને એક વ્યક્તિ પોતાની મરજી પ્રમાણે ના ચલાવી શકે. આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું હતું કે, સરકારી તિજોરીને નુકસાન થવાથી ભારતીય અર્થતંત્ર પર તેની નકારાત્મક અસર પડશે. જેમાંથી નીકળવામાં ખૂબ સમય લાગી શકે. નોટબંધી અને જીએસટીના ો નિર્ણય ઉતાવળમાં લેવાયો હતો. તેને કારણે દેશના અર્થતંત્રને મંદીનો સામનો કરવો પડ્યો છે.