ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટમાં ૦.૨૫ ટકાનો વધારો કર્યો 

 

નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટમાં ૦.૨૫ ટકાનો વધારો કર્યો છે, જેને કારણે રેપો રેટ ૬.૨૫ ટકાથી વધીને ૬.૫૦ ટકા થયો છે, એટલેકે હોમ લોનથી લઇને ઓટો અને પર્સનલ લોન સુધીની દરેક વસ્તુ મોંઘી થઇ જશે અને તમારે વધુ ઇએમઆઇ ચૂકવવા પડશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ૧ ફેબ્રુઆરીએ બજેટ રજૂ કર્યા બાદ એમપીસીની આ પ્રથમ બેઠક છે. ધારોકે એક વ્યકિતએ ૨૦ વર્ષ માટે ૭.૯૦ ટકાના નિશ્ર્ચિત દરે ૩૦ લાખની લોન લીધી છે. એનો ઇએમઆઇ ૨૪,૯૦૭ ‚. છે. ૨૦ વર્ષમાં તેને આ દરે ૨૯.૭૭ લાખ ‚પિયાનું વ્યાજ ચૂકવવું પડશે. એટલે કે તેને ૩૦ લાખ ‚પિયાના બદલે કુલ ૫૯.૭૭ લાખ ‚પિયા ચૂકવવા પડશે. લોન લીધા બાદ આરબીઆઇએ રેપો રેટમાં ૦.૨૫ ટકા વધારો કર્યો, આ કારણસર બેંકો પણ વ્યાજદરમાં ૦.૨૫ ટકા વધારો કરે છે. હવે બીજો વ્યક્તિ લોન લેવા માટે એ જ બેંકનો સંપર્ક કરે છે, ત્યારે બેંક તેને ૭.૯૦ ટકાને બદલે ૮.૧૫ ટકા વ્યાજ કહે છે. પ્રથમ વ્યક્તિ ૨૦ વર્ષ માટે ૩૦ લાખ ‚પિયાની લોન લે છે, પરંતુ એનો ઇએમઆઇ ૨૫,૩૭૪ ‚પિયા થઇ જાય છે. એટલે કે ઇએમઆઇ કરતા ૪૬૭ ‚પિયા વધુ. એને કારણે બીજા વ્યક્તિને ૨૦ વર્ષમાં કુલ ૬૦.૯૦ લાખ ‚પિયા ચૂકવવા પડશે. એક વ્યક્તિ કરતા ૧.૧૩ લાખ ‚પિયા વધુ છે. આરબીઆઇપાસે રેપો રેટના સ્વ‚પમાં ફુગાવા સામે લડવા માટે એક શકિતશાળી સાધન છે. જયારે ફૂગાવો ઘણો ઉંચો હોય છે ત્યારે આરબીઆઇ રેપો રેટ વધારીને અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ ઘટાડવાનો પ્રયાસ કરે છે. જો રેપો રેટ ઊંચો રહેશે તો બેંકોને આરબીઆઇ પાસેથી જે લોન મળશે એ મોંઘી થશે. બદલામાં બેંકો તેમન ગ્રાહકો માટે લોન મોંઘી કરશે. એનાથી અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ ઘટશે.