ભારતીય મૂળનાં સીમા વર્માની અમેરિકાના કોરોના વાઇરસ ટાસ્કફોર્સનાં સભ્ય તરીકે નિમણૂક

 

વોશિંગ્ટનઃ ભારતીય-અમેરિકન આરોગ્યનીતિનાં અગ્રણી સલાહકાર સીમા વર્માને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વ્હાઇટ હાઉસ કોરોના વાઇરસ ટાસ્કફોર્સનાં મહત્ત્વના સભ્ય તરીકે નિયુક્ત કરાયાં છે. અમેરિકામાં છ લોકોના જીવ લઈ ચૂકેલા  આ ઘાતક વાઇરસની સામે લડવા આ ફોર્સનું નિર્માણ કરાયું છે. 

ચીનથી નીકળેલા અને વિશ્વભરમાં કહેર મચાવનારા કોરોના વાઇરસ સામે લડવા પ્રમુખ ટ્રમ્પે ૩૦ જાન્યુઆરીના રોજ કોરોના વાઇરસ ટાસ્કફોર્સનું નિર્માણ કર્યું હતું. ટાસ્કફોર્સનું નેતૃત્વ આરોગ્ય અને માનવસેવાના મંત્રી એલેક્સ અઝાર દ્વારા કરાશે, એની સાથે નેશનલ સિક્યોરિટી કાઉન્સિલનું સંકલન કરાશે.