ભારતીય મુળની વૈજ્ઞાનિકે લોકડાઉનમાં કર્યો કમાલ, બે માઈલ દૂરથી કર્યો કઠીન પ્રયોગ

 

નવી દિલ્હીઃ કોરોના વાઇરસના કારણે દેશમાં લોકડાઉન છે ત્યારે દુનિયાના ઘણા લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે પરંતુ ઘણા લોકો એવા પણ છે કે જે આ અવસરનો ફાયદો પણ મેળવી રહ્યા છે. એવું જ કઈક કર્યું છે ભારતીય મૂળની વૈજ્ઞાનિક ડો. અમૃતા ગાડગે સસેક્સ યુનિવર્સીટીમાં કાર્યરત છે. તેમણે પોતાના લીવીંગ રૂમથી બે માઈલ દૂર પોતાની લેબમાં પદાર્થની પંચમી અવસ્થા બનાવી છે. વૈજ્ઞાનિક જેને મોટી ઉપલબ્ધિ ગણાવે છે. આ રીતે દૂરથી પહેલીવાર પદાર્થની પાંચમી અવસ્થા બનાવવાની ઘટના થઇ છે.

સામાન્ય રીતે પદાર્થની ત્રણ અવસ્થા હોય છે.  ઘન, વાયુ અને પ્રવાહી. આ સિવાય ચોથી અવસ્થા પ્લાઝમા હોય છે જેના માટે ખુબ જ વધારે તાપમાનની જરૂર હોય છે પરંતુ પાંચમી અવસ્થાને બોસ આઇન્સ્ટીન કંડેન્સેટ (ગ્ચ્ઘ્)અવસ્થા કહેવામાં આવે છે.

આ અવસ્થામાં કોઈપણ પદાર્થ ખુબ જ ઠંડી સ્થિતિમાં પહોચી જાય છે. જયારે એક અણુ બીજા અણુ સાથે મળી જાય છે અને એક સમાન કઈપણ વસ્તુ પર કાર્ય કરવા માટે લાગે છે. આ સ્થિતિમાં હજારો રૂબીડીયમ અણુઓ ગેસ અવસ્થામાં બહુ જ ઠંડા કરવામાં આવે છે જેનાથી અણુ હલવાનું બંધ થઇ જાય છે, પરંતુ તેની પહેલા તે અણુઓ એક કવાંટમની રીતે વર્તન કરે છે. યુનિવર્સીટી ઓફ કવાંટમ સિસ્ટમ્સ એન્ડ ડીવીસેસ રીસર્ચ ગ્રુપ ગ્ચ્ઘ્ને એક મેગ્નેટિક સેન્સરની જેમ ઉપયોગ પોતાના પ્રયોગમાં કરે છે. પ્રોફેસર કૃગરે જણાવ્યું હતું કે, લેબમાં તેમના શોધકર્તાઓ ઘણા ઓછા તાપમાને ઘણી વાર લેઝર અને રેડિયો તરંગના ઉપયોગ રૂબીડીયમ ગેસ બનાવવા માટે કરે છે. જેના માટે ખુબ જ નિયંત્રિત વાતાવરણમાં માઈક્રોચીપમાં લેસર પ્રકાશ, મેગ્નેટ, કરંટ પર સટીક વસ્તુઓના નિયંત્રણની જરૂર હોય છે. ડો. ગાડગેએ પોતાના લીવીંગ રૂમથી બે માઈલ દૂર પોતાના કોમ્પ્યુટરનો રીમોટ કંટ્રોલની જેમ ઉપયોગ લીધો અને લેઝર તથા રેડિયો તરંગની અવસ્થા બનાવી લીધી હતી. લોકડાઉનથી પહેલા તેમની ટીમે એક ૨ઝ઼ મેગ્નેટિક ઓપ્ટિક ટ્રેપ બનાવી લીધી હતી. જેનાથી લેઝર અને મેગ્નેટની મદદથી અણુઓને પકડી શકાય. તેમણે પોતાના ઘરના કોમ્પ્યુટરથી પોતાની લેબના કોમ્પ્યુટરમાં જટિલ ગણતરીઓ કરી હતી.

ડો. અમૃતાએ જણાવ્યું હતું કે, જો લેબમાં તે આ પ્રયોગ કરતી તો ઘણો જ સમય લેત પરંતુ તેમણે આ પ્રયોગને દૂરથી કરવાની કોશિશ કરી હતી જેમાં તે સફળ નીવડી હતી. શોધકર્તાઓને આ સફળ પ્રયોગથી બીજા પ્રયોગ માટે દૂર કરવાની મદદ મળશે. હવે તેઓ તે વાતાવરણમાં રહીને પણ પ્રયોગ કરી શકશે કે જ્યાં લોકોનું પહોચવું અસંભવ હોય !

યુનિવર્સીટીના પ્રોફેસર પીટર કૃગર આ પ્રયોગથી ખુબ જ ખુશ અને ઉત્સાહીત છે. તેમની લેબમાં ક્ષમતાઓ વધી છે. આ પ્રયોગથી હવે કવાંટમ ટેકનોલોજીના ક્ષેત્રમાં તે જગ્યાઓ અને વાતાવરણનો પ્રયોગ કરી શકાશે જે બહુ જ વિપરીત હાલતમાં હોય. જેમકે જમીનની નીચે, ઊંડા સમુદ્રમાં, કે પછી ખુબ જ ખરાબ વાતાવરણમાં.